Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 યોહાન 2 - કોલી નવો કરાર


મસીહ આપડો મદદગાર

1 મારા વાલા બાળકો હું તમને ઈ હાટુ આ વાતો લખું છું, જેથી તમે પાપ નય કરો. પણ જે કોય પાપ કરે, તો પરમેશ્વર બાપથી આપડી વિનવણી કરવા હાટુ એક મદદગાર છે એટલે કે, ઈસુ મસીહ જે ન્યાયી છે.

2 પરમેશ્વરથી આપડા પાપોને માફ કરવા હાટુ, ઈસુ મસીહ એક બલિદાન થય ગયો, અને ફક્ત આપડી જ હાટુ નય પણ આખા જગતના લોકોના પાપોની માફી હાટુ પણ બલિદાન થયો.

3 જો આપડે પરમેશ્વરની આજ્ઞાઓ પાળશું તો એનાથી આપડે ખબર પડી જાહે છે કે આપડી સંગતી પરમેશ્વરની હારે છે.

4 જે કોય આ કેય છે કે, “હું એને ઓળખું છું,” પણ એની આજ્ઞાઓને પાળતો નથી, તો ઈ ખોટો છે, અને પરમેશ્વરની હાસાય પરમાણે નથી જીવતો.

5 પણ જે કોય પરમેશ્વરનાં વચનનું પાલન કરે છે, એનામા ખરેખર પરમેશ્વરનો પ્રેમ પુરો થયો છે, અને અમને એનાથી જ ખબર પડે છે કે, આપડે પરમેશ્વરમાં બનેલા રેયી છયી.

6 જે કોય આ કેય છે કે, હું પરમેશ્વરમાં બનેલો રવ છું તો એને પણ પોતે જેમ ઈસુ મસીહ રેતા હતાં એમ જ રેવું જોયી.


નવી આશા

7 હે વાલા મિત્રો, હું તમને કોય નવી આજ્ઞા નથી લખતો, પણ ઈ જ જુની આજ્ઞા; જે શરુઆતથી તમને મળી છે. આ જુની આજ્ઞા ઈ વચન છે, જે તમે ગોતી છે જઈ તમે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો.

8 તો પણ જે આજ્ઞા હું તમને લખું છું ઈ નવી આજ્ઞા છે કેમ કે, ઈસુ આ આજ્ઞા પરમાણે હાસાયથી જીવ્યા, અને તમે પણ જીવો છો કેમ કે, અંધારું મટતું જાય છે અને હાસાયનું અજવાળુ સમકવા લાગ્યું છે.

9 જે કોય આ કેય છે કે, હું અજવાળામાં હાલુ છું, પણ વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી વેર રાખે છે, તો ઈ હજી હુધી અંધારામાં હાલે છે.

10 જે કોય વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી પ્રેમ રાખે છે, ઈ અજવાળામાં હાલે છે, અને ઈ હાટુ એનામા એવુ કાય પણ નથી જે કોય બીજાને પાપ કરવાનું કારણ બને.

11 પણ જે કોય વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ અંધારામાં જીવી રયો છે અને હાલી રયો છે, અને ઈ નથી જાણતો કે, ક્યા જાય છે કેમ કે, અંધારાએ એને આંધળો કરી દીધો છે.


પત્ર લખવાનું કારણ

12 હે બાળકો, હું તમને ઈ હાટુ લખું છું કે, ઈસુ મસીહના કારણે તમારા પાપ માફ થયા છે.

13 હે બાપાઓ, હુ તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે મસીહને ઓળખો છો. જે શરુઆત છે, તમે એને ઓળખો છો. હે જુવાનો, હું તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે શેતાન ઉપર જીત મેળવી છે, હે બાળકો, હું ઈ હાટુ તમને લખી રયો છું કે, તમે પરમેશ્વર બાપને ઓળખી ગયા છો.

14 હે બાપાઓ, હુ તમને ઈ હાટુ લખું છું કેમ કે, તમે મસીહને ઓળખો છો, જે શરુઆત છે. હે જુવાનો, મે તમને ઈ હાટુ લખી રયો છું કેમ કે, તમે તાકાતવાળા છો અને પરમેશ્વરનું વચન તમારામા છે, અને તમે શેતાન ઉપર જીત મેળવી છે.


જગતના વિષે સેતવણી

15 તમે જગતથી અને જગતની વસ્તુ ઉપર પ્રેમ રાખતા નય, જો કોય જગત ઉપર પ્રેમ રાખે છે, તો એનામા પરમેશ્વર બાપનો પ્રેમ નથી.

16 કેમ કે, જે કાય જગતમાં છે, જેમ કે, દેહની વાસના, અને આંખોની લાલસા અને જીવન જીવવાનું અભિમાન, જે પરમેશ્વર બાપ તરફથી નથી, પણ જગત તરફથી જ છે.

17 જગત અને એમા રેનારી વસ્તુઓ ઉપર લોકોની લાલસ બેય નાસ થય જાય છે, પણ જે પરમેશ્વરની ઈચ્છા પરમાણે જીવે છે, ઈ સદાય બનેલું રેય છે.


છેલ્લા દિવસનો દગો

18 હે વાલા બાળકો, આ છેલ્લો વખત છે, અને જેમ તમે હાંભળ્યું છે કે, મસીહના વિરોધી આવવાના છે, એની પરમાણે હજી પણ બોવ મસીહના વિરોધી આવી ગયા છે, એનાથી આપડે જાણી છયી કે, આ છેલ્લા દિવસો છે.

19 તેઓ મસીહ વિરોધી આપડી મંડળીના હતાં તેઓ આપણામાના નોતા પણ છોડીને વયા ગયા, કેમ કે, તેઓ આપણામાના નોતા. જે તેઓ આપડી સંગતમાંના હોત તો, આપડી હારે રેત. પણ તેઓ વયા ગયા જેનાથી ખબર પડે કે, તેઓમાંથી કોય પણ આપડા હતાં જ નય.

20 પણ તમને મસીહ દ્વારા પવિત્ર આત્મા આપવામાં આવ્યું છે, અને તમે હાસા શિક્ષણને જાણો છો.

21 મે તમને ઈ હાટુ નથી લખ્યું કે, તમે હાસા શિક્ષણને નથી જાણતા. પણ ઈ હાટુ કે, તમે ઈ હાસાયને જાણો છો, અને ઈ પણ જાણી છયી કે, કાય પણ ખોટુ, હાસાય તરફથી નથી.

22 ખોટુ કોણ છે? ઈ, જે ઈસુનું મસીહ હોવાનો નકાર કરે છે. અને મસીહનો વિરોધી ઈ જ છે, જે પરમેશ્વર બાપ અને દીકરાનો નકાર કરે છે.

23 જો કોય દીકરાનો નકાર કરે છે, એનુ સંગઠન પરમેશ્વર બાપની હારે નથી, જે દીકરાને માની લેય છે, એનુ સંગઠન પરમેશ્વર બાપની હારે છે.

24 જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો તઈ હાસો સંદેશો તમે હાંભળ્યું, ઈ જ તમારામા બનેલો રેય, જો ઈ તમારામા બનીને રેય, તો તમે પણ દીકરામાં, અને પરમેશ્વર બાપમાં બનેલા રેહો.


અનંતકાળનું જીવન

25 જે વાયદો મસીહે આપડી હારે કરયો છે, ઈ અનંતકાળનું જીવન છે.

26 હું તમને ઈ લોકોના વિષે સેતવી રયો છું કે, જે ખોટા શિક્ષણ દ્વારા તમને દગો દેવાની કોશિશ કરી રયા છે.

27 તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.


પરમેશ્વરનાં સંતાનો

28 હવે બાળકો, મસીહની હારે સંગતીમાં સદાય હાટુ બનેલા રયો, જેથી જઈ ઈ પાછા જગતમાં આવે તો આપણને હિંમત હોય અને આપડે એને આવવાથી એની હામે શરમાવાનું નો થાય.

29 કેમ કે, તમે જાણો છો કે, મસીહ ન્યાયી છે, તો આ પણ જાણો છો કે, જો કોય ન્યાયપણાનું કામ કરે છે, તો તેઓ પરમેશ્વરનાં સંતાન છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan