Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓને પત્ર 9 - કોલી નવો કરાર


ગમાડેલા ચેલાઓના હક્કો અને ફરજો

1 જે કાય હું કરવા માગું છું, એને કરવા હાટુ હું આઝાદ છું હું ગમાડેલો ચેલો છું મે ઈસુ આપડા પરભુને જોયા છે. જે કામો પરભુએ મને કરવા હાટુ આપ્યુ હતું એનું પરિણામ તમે છો.

2 જો બીજા લોકો એવું માનતા નથી કે, હું પરભુ ઈસુનો ગમાડેલો ચેલો છું, તો તમને ભાઈઓને એવું માનવું જોયી કેમ કે, હું ઈ જ છું જે તમારી પાહે હારા હમાસાર લયને આવ્યો હતો. પરભુ ઈસુમાં તમારો વિશ્વાસ ઈ સાબીત કરે છે કે, હું ખરેખર એનો ગમાડેલો ચેલો છું.

3 જે લોકો મારા ગમાડેલા ચેલા થાવાનો અધિકાર ઉપર દાવો કરે છે, એની હાટુ આ મારો જવાબ છે.

4 શું આપણને ખાવા-પીવાનો અધિકાર નથી?

5 કેમ કે, બીજા ગમાડેલા ચેલા અને પરભુના ભાઈઓ અને પિતર વિશ્વાસી બાયુને પોતાની હારે લય જાય છે જઈ તેઓ યાત્રા કરે છે, તો મારી પાહે પણ ઈ જ અધિકાર છે.

6 મને અને બાર્નાબાસને પણ બીજા ગમાડેલા ચેલાની જેમ આર્થિક મદદ મેળવવાનો અધિકાર છે અને પોતાની મદદ હાટુ કામો કરવાની જરૂરી નથી.

7 એવો કયો સિપાય છે જે પોતાના ખરસે યુધ્ધમાં જાય છે? દ્રાક્ષાવાડી રોપીને એનું ફળ કોણ ખાતો નથી? અને કોણ જનાવર પાળીને એનું દુધ પીવાની આશા રાખતો નથી?

8 હું આ વાતો ખાલી મારા વિસારથી નથી કેતો,

9 કેમ કે, મુસાના શાસ્ત્રમાં લખ્યું છે કે, “જે ઢાંઢાઓ કુવળ ફેરવવા હાટુ અનાજને ખુદે છે, તે ઢાંઢાઓના મોઢાં ઉપર સિક્લા નો બાધવા જોયી,” શું તમને લાગે છે કે, ઈ ખાલી ઢાંઢાના વિષે જ પરમેશ્વર સીંતા કરે છે?

10 કે, વિશેષ આપડા હાટુ ઈ એમ કે છે, આપડી હાટુ તો લખ્યું છે કે, જે ખેડે છે ઈ આશા રાખીને ખેડે અને જે કુવળમાંથી અનાજ જુદુ પાડે છે, ઈ ભાગ મેળવવાની આશાથી ઈ કરે.

11 અમે તમારી વસે આત્મિક વસ્તુઓ વાવી છે, તો અમે તમારા દેહના લાભોને લણી હકી. આ કાય વધારે પડતી માગણી નથી.

12 જો બીજાઓ તમારી ઉપરનાં ઈ હકનો લાભ લેય છે તો તેઓના કરતાં અમે વધારે હકદાર છયી, તો પણ ઈ હકનો અમે ઉપયોગ કરયો નથી, પણ મસીહના હારા હમાસારને કાય અટકાવરૂપ નો થાય ઈ હાટુ અમે બધાય સહન કરી છયી.

13 પાક્કી રીતે તમે જાણો છો કે, મંદિરમાં કામો કરનારા માણસોને મંદિરમાંથી પોતાનો નીવેદ મળે છે હાં, જે લોકો બલી સડાવાની જગ્યા ઉપર બલિદાન આપે છે, તેઓ ઈ બલીમાંથી પોતાનો ભાગ મેળવે છે.

14 આવી રીતે પરભુની આજ્ઞા છે કે, તેઓ જે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરે છે, એના દ્વારા પોતાનું ભરણ-પોષણ ઈ લોકોમાંથી મળવું જોયી જે હારા હમાસાર હાંભળે છે.

15 પણ એવો કોય વહીવટ મેં નથી કરયો; મને એવો લાભ મળે ઈ હાટુ હું આ લખુ છું એવું નથી. કેમ કે, કોય મારું અભિમાન કરવાનું કારણ નકામું કરે, એના કરતાં મરવું ઈ મારી હાટુ હારું છે.

16 તો જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું છું તો એમા અભિમાન હેનું! ઈ તો મને હોપવામાં આવેલી જવાબદારી છે! ધિક્કાર છે મારી જાત ઉપર જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર નો કરું તો મને અફસોસ છે!

17 જો હું રાજીથી ઈ પરગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો રાજીથી નો કરું, તો મને એની ફરજ હોપવામાં આવી છે.

18 ઈ મારી મજુરી છે કે, ઈ શક્ય છે મારી હાટુ પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું કોય મજુરી મેળવ્યા વગર, ભલે જ મારે પોતાના ખીસાના ખરસ હાટુ માગવાનો અધિકાર છે.

19 એનો અરથ આ છે કે, હું લોકોની આજ્ઞા પાલન કરવા હાટુ બધાયેલો નથી ખાલી એટલા હાટુ કે, તેઓ મને સુકવણી કરે છે, તો પણ હું કોય પણ નો ચાકર બની ગયો છું જેથી હું વધારેમાં વધારે લોકોને મસીહ ઉપર વિશ્વાસ કરવા હાટુ લાવી હકુ.

20 જઈ યહુદીઓની હાટુ હું યહુદી જેવો થયો કે, જેથી યહુદીઓને બસાવું; નિયમની વિષે લોકો હાટુ હું નિયમની આધીન માણસો જેવો થયો કે, જેથી નિયમની આધીન લોકોને બસાવું.

21 નિયમ વગરના લોકો હાટુ નિયમ વગરના માણસ જેવો થ્યો, પરમેશ્વરનાં નિયમ વગર નય પણ મસીહનાં નિયમને આધીન છું.

22 જઈ હું ઈ લોકોની હારે હોવ છું જેનો વિશ્વાસ નબળો છે, તો હું એની હામે એક હરખો વ્યવહાર કરું છું, જેથી તેઓને મસીહની વાહે હાલવામાં મદદ કરી હકુ. હવે હું દરેક પરકારના માણસો હાટુ એની જેમ બની ગયો કે, કોયને કોય રીતેથી મારા દરેક પ્રયત્ન દ્વારા કેટલાક લોકોને બસાવી હકુ.

23 આ બધુય હું હારા હમાસારની હાટુ કરું છું; જેથી એના આશીર્વાદનો સહભાગી થાવ.

24 તમે જાણો છો કે, શરતમાં દોડનારા બધાય તો ઈનામ હાટુ ધોડે છે, પણ ઈનામ એકને જ મળે છે તમે એવું ધોડો કે, ઈનામ તમને મળે.

25 બધાય લોકો કડક તાલીમ લેય છે, તેઓ તો નાશ પામનાર મુગટ મેળવવા હાટુ એમ કરે છે, પણ આપડે તો કોયદી નાશ નો થાનારો મુગટ મેળવવા હાટુ આમ કરી છયી.

26 ઈ હાટુ હું એવી રીતે ધોડું છું, પણ શંકા કરનારાની જેમ નય; હું મુક્કેબાજ છું પણ હવામાં મુક્કા મારનારાઓની જેવો નય.

27 હું પોતાના દેહને કાબુમાં રાખુ છું જેથી હું એની ખરાબ ઈચ્છાઓ પરમાણે નો હાલું ક્યાક એવું નો થાય કે, હું જે બીજાના હારા હમાસાર પરચાર કરું છું, અને હું પોતે જ ઈનામ નો મેળવું.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan