1 કરિંથીઓને પત્ર 8 - કોલી નવો કરારમૂર્તિઓને ધરેલા નીવેદ 1 હવે મૂર્તિઓને ધરેલા નીવેદ વિષે અમે જાણી છયી કે, આપડે બધાયને જ્ઞાન છે; તોય જ્ઞાન અભિમાન ઉત્પન કરે છે, પણ પ્રેમથી વધારો થાય છે. 2 જો તમારામાંથી કોય એમ વિસારે કે, ઈ કાક જાણે છે તો ઈ ખરેખર કાય જાણતો નથી જેમ ઈ જાણવા માગે છે. 3 પણ જો કોય પરમેશ્વરને પ્રેમ કરે છે, તો ઈ હાટુ પરમેશ્વર ઈ માણસને ઓળખે છે. 4 તો પછી, હું નીવેદ ખાવાના વિષે સવાલનો જવાબ દેવા માગું છું અમે જાણી છયી કે, મૂર્તિઓ જગતમાં કાય નથી પણ ખાલી એક જ હાસા પરમેશ્વર સિવાય બીજો કોય પરમેશ્વર નથી. 5 જો કે સ્વર્ગમાં કે, પૃથ્વી ઉપર કેવાતા ઈશ્વરો ઘણાય છે, 6 તો પણ આપડા તો એક જ પરમેશ્વર એટલે બાપ છે, જેનાથી બધુય સર્જન કરવામાં આવ્યું છે; અને આપડે એના અરથે છયી; એક જ પરભુ એટલે ઈસુ મસીહ છે, જેની આશરે બધાય છે અને આપડે પણ એની આશરે છયી. 7 પણ બધાય માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજી હુંધી મૂર્તિની ઓળખાણ હોવાથી એનું સડાવેલું નીવેદ ઈ ખાય છે. અને તેઓનું હૃદય નિર્દોષ હોવાથી ભ્રષ્ટ થાય છે. 8 પણ નીવેદથી આપડે પરમેશ્વર માન્ય થતા નથી. જો નો ખાયી તો આપડે વધારે હારા થાતા નથી; અને જો ખાયી તો વધારે ભુંડા થાતા નથી. 9 તમારી આ આઝાદીથી જેઓ વિશ્વાસમાં નબળા છે તેઓ પાપમાં નો પડે ઈ હાટુ સેતતા રયો. 10 દાખલા તરીકે, તમારો એક ભાઈ તમને એક મૂર્તિની હાટુ મંદિરમાં નીવેદ કરતો દેખાય છે. તમે જાણો છો કે, તેઓનો ઈશ્વર હાસો નથી અને તમે એની પૂજા કરતાં નથી પણ ઈ ભાઈને ઈ વાતનું જ્ઞાન નથી. ઈ હાટુ ઈ પણ ન્યા જાય છે અને નીવેદ કરે છે, પણ ઈ વિસારે છે કે, એવું કરવુ પાપ છે. 11 જેમ તમે જાણો છો જે વિશ્વાસીનો વિશ્વાસ નબળો છે, તે ભાઈનો નાશ થાય, જેના હાટુ મસીહ મરયો. 12 ભાઈઓ અને બહેનો, તમે તમારા બીજા વિશ્વાસી ભાઈને પાપ કરવા હાટુ પ્રોત્સાહિત કરો છો, જેને ઈ જાણે છે કે, આ ખોટુ છે તો તમે મસીહની વિરુધ પાપ કરો છો. 13 આથી જો મારા નીવેદ ખાવાની બાબત મારા ભાઈની પાહે પાપ કરાવે, તો મારા ભાઈનો નાશ થાય ઈ હાટુ હું કોયદી નીવેદ ખાય નય. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation