Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓને પત્ર 7 - કોલી નવો કરાર


લગન વિષેના સવાલ

1 હવે જે બાબતો વિષે તમે મારા ઉપર લખ્યું છે ઈ વિષે માણસ બાયને નો અડે તો હારૂ.

2 પણ છીનાળવા નો થાય ઈ હાટુ દરેક માણસે અને બાયે લગન કરવા.

3 ધણીને પોતાની બાયડી પ્રત્યે જવાબદારી નિભાવવી જોયી અને એમ જ બાયડીને પણ પોતાના ધણી પ્રત્યે ફરજ નિભાવવી જોયી.

4 બાયડીને પોતાના દેહ ઉપર કોય અધિકાર નથી ઈ ધણીનું છે અને ઈ જ પરકારે ધણીનું પણ પોતાના દેહ ઉપર અધિકાર નથી, ઈ બાયડીનું છે.

5 ધણી અને બાયડી એકબીજાને દેહિક સબંધો હાટુ છેટા નો રાખવા સિવાય પોતાની મરજીથી પ્રાર્થનાના હેતુથી ટુકમાં થોડીક વાર હાટુ અને ફરી સામાન્ય લગનના સબંધોની ફરીથી શરુ કરો. જેથી શેતાન અનૈતિક જીવન જીવવા હાટુ તમારી પરીક્ષા નો કરે નય તો તમે પોતાની ઈચ્છાઓને કાબુમાં નય કરી હકો.

6 પણ જે હું આ કવ છું ઈ આજ્ઞા નથી પણ છૂટ છે

7 હું તો ઈચ્છું છું કે, બધાય માણસો મારી જેવા લગન કરયા વગરના રેય, પણ પરમેશ્વર કેટલાક લોકોને લગન કરવાનું વરદાન આપે છે અને બીજા લોકોને લગન કરયા વગર રેવાનું વરદાન આપે છે.

8 હવે હું રંડાયેલીઓને અને વાંઢાંઓને કવ છું કે, મારી જેમ લગન કરયા વગરના રેય તો તેઓના હાટુ ઈ હારું છે.

9 પણ જો તેઓની હાટુ પોતાની ઉપર કાબુ રાખવું શક્ય નથી તો તેઓને લગન કરી લેવા ઈ હારું છે, ભુંડી ઈચ્છાઓથી જીવ બળવા કરતાં લગન કરી લેવા ઈ જ હારું છે.

10 જેના લગન થય ગયા છે, એને હું નય, પણ પરભુ ઈસુ આજ્ઞા આપે છે કે, બાયડી પોતાના ધણીથી જુદી નો પડે.

11 અને જો ઈ જુદી થય જાય, તો એને લગન કરયા વગર રેવું જોયી કા પોતાના ધણીથી પાછો મેળાપ કરી લેવું જોયી. ધણીએ પોતાની બાયડીને છુટાછેડા આપવા નય.

12 હવે હું થોડાક વિશ્વાસીઓથી વાત કરી રયો છું જે લોકોએ એવા લોકોથી લગન કરયા છે જે વિશ્વાસી નથી, જે કોય સાથી વિશ્વાસીની બાયડી વિશ્વાસી હોય નય, ઈ બાય એની હારે જીવન જીવવા હાટુ રાજી છે. તો ધણીને પોતાની બાયડીને છુટાછેડા આપવા નય.

13 જો કોય બાયનો ધણી વિશ્વાસી હોય નય અને ઈ માણસ એની હારે એક ધારું જીવન જીવવા હાટુ રાજી છે. તો બાયડીને એની હારે છુટાછેડા આપવા નય.

14 કેમ કે, અવિશ્વાસી ધણી વિશ્વાસી બાયડીથી પવિત્ર કરેલો છે, અવિશ્વાસી બાયડી વિશ્વાસી ધણીથી પવિત્ર કરેલી છે; એવું નો થાય તો તમારા બાળકો અશુદ્ધ થય, પણ હવે તેઓ પવિત્ર છે.

15 જઈ અવિશ્વાસી ધણી કા બાયડી છુટાછેડા લેવા માગતા હોય, તો વિશ્વાસીને પવણેલા રેવાની જરૂર નથી. જો શક્ય હોય તો, પોતાના અવિશ્વાસી ધણી કા બાયડીની હારે લગન કરેલા રેવું કેમ કે, પરમેશ્વરે આપણને શાંતિથી રેવા હાટુ કીધું છે.

16 અરે બાય, તું તારા ધણીનો તારણ કરય કે નય, ઈ તું કય રીતે જાણી હકે? અરે માણસ, તું તારી બાયડીને કય રીતે બસાવય, ઈ તું કય રીતે જાણી હકે?


પરમેશ્વરનાં તેડા પરમાણે જીવન જીવો

17 ખાલી જેમ પરમેશ્વરે બધાયને વેસી દીધું છે અને પરભુએ બધાયને બોલાવ્યા છે, એમ ઈ બધાએ હાલવું; અને ઈ જ નિયમ હું બધાય વિશ્વાસી મંડળીઓ હાટુ ઠરવું છું.

18 દાખલા તરીકે જઈ એક યહુદી પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, તો એને પોતાના યહુદી થાવાનો ત્યાગ કરવાની જરૂર નથી. અને આ પરકારે ઈ પણ જો કોય માણસ જે બિનયહુદી છે, પરભુમાં વિશ્વાસ કરે છે, તો એને યહુદી બનવા હાટુ સુન્‍નત કરવાની જરૂર નથી.

19 કોયની સુન્‍નત થય છે કા નથી થય, એનાથી કોય ફરક પડતો નથી, ખાલી પરમેશ્વરની આજ્ઞાઓ પાળવી બોવ જરૂરી છે.

20 દરેક માણસને ઈ સ્થિતિમાં બનેલા રેવું જોયી જે સ્થિતિમાં પરમેશ્વરે એને મસીહમાં વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા હતા.

21 જો તમે દાસની દશામાં બોલવામાં આવ્યા હોય તો તમને આ વાત ખરાબ નો લાગવી જોયી, ભલે તમને જ એક આઝાદ માણસ બનવાનો મોકો મળે, એને નો લ્યો. એના બદલે, પોતાના જીવનનો ઉપયોગ ગુલામની જેમ કરો.

22 કેમ કે, જે દાસની દશામાં પરભુમાં બોલવામાં આવ્યો છે, પરભુએ તમને પાપની તાકાતથી મુક્ત કરયો છે અને એમ જ જે આઝાદની દશામાં બોલાવવામાં આવ્યા છે, તેઓ મસીહના ગુલામ બને છે.

23 પરમેશ્વરે તમારી હાટુ એક મોટી કિમંત સુકવીને તમને બસાવ્યા છે, ઈ હાટુ માણસના દાસ નો બનો પણ પરમેશ્વરનાં દાસના દાસ બનો.

24 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, દરેક માણસને ઈ સ્થિતિમાં બનેલા રેવું જોયી જે સ્થિતિમાં પરમેશ્વરે એને મસીહમાં વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા હતા.


લગનના વિષે સવાલોના જવાબ

25 હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.

26 કેમ કે આ દિવસો દરમિયાન દરેક જગ્યાએ વિશ્વાસીયો હાટુ મુશ્કેલીઓ થાય છે, મને લાગે છે કે, તમારી હાટુ એવું કરવુ હારું છે લગન નો કરેલા લોકોને હું ઈ સલાહ આપું છું કે, તેઓ લગન કરયા વગરના જ રેય.

27 જો તું બાયડી હારે બંધાયેલો છો તો તું એનાથી નોખા પડવાની આશા નો રાખ. જો તું બાયડીથી નોખો પડેલો છો તો હવે તું બાયડીની આશા નો રાખ.

28 પણ જો તું લગન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી છોકરી લગન કરે તો ઈ પાપ કરતી નથી; જો કે લગન કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડશે પણ હું તમારી ઉપર દયા રાખીને તમારો બસાવ કરવા માગું છું.

29 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું આ કવ છું કે, હવે થોડો વખત બાકી છે; જેઓએ લગન કરયા છે તેઓ લગન નો કરયા હોય એવા થાય.

30 જે લોકો રોવે છે કા લોકો રાજી છે કા જે લોકો પોતાની હાટુ વસ્તુ વેસાતી લેય છે તેઓને આ બધી વસ્તુઓના વિષે વધારે સીંતા નો કરવી જોયી કેમ કે, આ બધીય વાતુંથી તમે પરભુની સેવા કરવાનું ભુલી જાહો.

31 અને જેઓ આ જગતના વ્યવહાર કરનારા છે તેઓ જગતના વ્યવહારમાં ગળાડૂબ થયને ગરકાવ થય ગયા તેઓની જેવા નો થાવ. કેમ કે, આ જગતનો વ્યવહાર નાશ થય જાવાનો છે.

32 મારી ઈચ્છા છે કે, તમે જગતના જીવનની નાશવંત બાબતોથી મુક્ત રયો. જે લગન કરયા વગરના છે, ઈ પરમેશ્વરની સેવા કેમ કરે ઈ વાતોની સીંતા કરે છે. ઈ પરભુને રાજી કરવા માગે છે.

33 જે લગન કરેલા છે, ઈ જગતની વાતોની સીંતા કરે છે. ઈ પોતાની બાયડીને રાજી કરવા માગે છે.

34 એમ જ પવણેલી અને કુંવારીઓમાં પણ જુદુ છે. જેણે લગન કરેલી નથી ઈ બાયઓ પરભુની વાતોની કાળજી રાખે છે કે, ઈ દેહમાં અને આત્મામાં પવિત્ર થાય; પણ પવણેલીઓ જગતની સીંતા કરે છે કે, ધણીને કેવી રીતે રાજી રાખવો.

35 હું તમારી પોતાની ભલાય હાટુ કવ છું અને તમને મુશ્કેલીમાં મુકવા હાટુ નય, પણ ઈ હાટુ કે, જેમ લાયક છે, જેથી તમે એક મનના થયને પરભુની સેવામાં લાગેલા રયો.

36 જો કોય એમ વિસારે છે કે, ઈ પોતાની દીકરીના લગનમાં વાર લગાડવા દ્વારા એની હારે અન્યાય કરી રયા છે કેમ કે, એની ઉમર થય રય છે, ઈ એમ જ કરે, જે ઈ હાસુ હંમજે છે ઈ એને લગન કરવા દેય. ઈ કોય પાપ નથી.

37 પણ જો આ માણસે પોતાના હ્રદયમાં પોતાની ઈચ્છા પરમાણે ઈ દઢ ફેસલો કરી લીધો હોય કે, એની દીકરી હાટુ લગન નો કરાવવા ઈ હારું છે, અને કોય પણ એને લગન કરવા હાટુ મજબુર નથી કરતો, તો એની પાહે પોતાની ઈચ્છા પરમાણે લગન નય કરાવવાનો અધિકાર છે, અને ઈ પરમેશ્વરની નજરમાં હજી વધારે હારું કામ કરે છે.

38 ઈ હાટુ જે પોતાની દીકરીના લગન કરે છે, એનો નિર્ણય પણ હાસો છે અને જે એના લગન નો કરાવાવનું પાકું કરે છે, ઈ હજી વધારે હારૂ છે.

39 જ્યાં હુધી કોય બાયનો ધણી જીવે છે, ન્યા હુધી એની હારે જ રેવું જોયી, અને જો જઈ એનો ધણી મરી જાય, તો ગમે એની હારે લગન કરી હકે છે, પણ ઈ પરભુમાં વિશ્વાસ કરનારો હોવો જોયી.

40 જો ઈ બીજીવાર લગન નથી કરતી તો મારા વિસારોમા વધારે રાજી છે, અને મને લાગે છે કે, પરમેશ્વરનો આત્મા મને દોરવણી આપે છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan