1 કરિંથીઓને પત્ર 6 - કોલી નવો કરારભાઈની વિરુધ કોરાટમાં નો જાવ 1 જો તમારામાંથી કોય એકને બીજા વિશ્વાસી વિરુધ મનભેદ હોય છે, તો તમારે કોય જગતની કોરાટમાં નો જાવું જોયી. તમારે પોતાની મંડળીમાં બીજા વિશ્વાસીઓને પોતાની બાબતોના ન્યાય કરવા હાટુ કેવું જોયી કે, તમારામાંથી કોણ હાસો છે. 2 તમને ખબર હોવી જોયી કે, ભવિષ્યમાં પરમેશ્વરનાં લોકો આ જગતમાં લોકોનો ન્યાય કરશે. ઈ હાટુ તમે પાકી રીતે ઈ નક્કી કરવા હાટુ લાયક છો કે, તમારામાંથી કોણ તમારી નાની અસહમતીમાં હાસો છે. 3 તમને ખબર હોવી જોયી કે, ભવિષ્યમાં આપડે દુતોનો ન્યાય કરશું, તો પાકી રીતે આપડે આ જીવનની સામાન્ય વાતોનો ન્યાય કરી હકી છયી. 4 ઈ હાટુ જો તમારે આ જિંદગીની વાતોનો ન્યાય કરવાનો હોય, તો વિશ્વાસી મંડળીમાં જેઓને તમે ગણકારતા નથી તેઓને તમે ન્યાય કરવા કેમ બેહાડો છો? 5 હું તમને શરમાવા હાટુ ઈ કવ છું શું કે, તમારા લોકોમાં એક પણ હમજદાર માણસ નથી, જે સાથી વિશ્વાસીઓની વશે ન્યાય કરી હકે છે? 6 પણ હવે એક ભાઈ બીજા ભાઈની વિરુધમાં ફરિયાદ કરે છે. લોકોને જે વિશ્વાસુ નથી તેવા લોકોને તમે તમારા મામલાનો ન્યાય કરવાનું કયો છો! 7 ઈ હાટુ હમણાં તમારામાં હાસીન ગેરહમજ ઉભી થય છે કે, તમે એકબીજા ઉપર આરોપ લગાડો છો. એમ કરવાને બદલે તમે કેમ અન્યાય સહન કરતાં નથી? 8 પણ તમે ખોટુ કરી રયા છો અને દગો આપી રયા છો, અને તમે ઈ પોતાના સાથી વિશ્વાસીઓ ભાઈની હારે કરી રયા છો. 9 તમે જાણો છો કે અન્યાયીઓ પરમેશ્વરનાં રાજ્યનો વારસો મેળવશે નય, તમે ભૂલ નો કરો વળી છીનાળવાઓ, મૂર્તિપૂજકો, લાલસુઓ, ખરાબ કામકરનારાઓ અને માણસ-માણસ વસે દેહીક સંબંધ રાખનારાઓ, 10 સોરી કરનારા, લોભીઓ, દારૂડીયાઑ, મતલબીઑ, નિંદા કરનારાઓ, ત્રાસ આપનારાઓ અને ઢોગીઓ પરમેશ્વરનાં રાજ્યના વારસદાર નય થાય. 11 પેલા તમારામાંથી કેટલાક એવા હતા, પણ હવે તમે પરભુ ઈસુ મસીહના નામે અને આપડા પરમેશ્વરનાં આત્માથી શુદ્ધ થયા, અને ન્યયીપણું પામ્યા છો. પરમેશ્વરનાં મહિમા હાટુ દેહનો ઉપયોગ 12 તમે કય હકો છો, બધી વસ્તુઓ મારે કરવા હાટુ રજા છે કેમ કે, હું એક વિશ્વાસી છું, પણ બધી વસ્તુઓ તો લાભની નથી, બધી વસ્તુઓ મારે કરવા હાટુ રજા છે પણ હું કોય પણ વસ્તુનો દાસ બનય નય, 13 તમે કય હકો છો, ખાવાનું આપડા પેટ હાટુ છે, અને આપણુ પેટ ખાવા હાટુ છે. ઈ હાસુ છે પણ પરમેશ્વર આપડા દેહ અને ખાવાનું બેયને નાશ કરી નાખશે. આપડુ દેહ પરભુનું છે. ઈ હાટુ આપડે પોતાના દેહનો ઉપયોગ ઈ કામોની હાટુ કરવો જોયી જે પરભુ ઈચ્છે છે. 14 એના બદલે, આપડુ દેહ મહત્વનું છે કેમ કે, જેવી રીતે પરમેશ્વરે પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરવા હાટુ પોતાના સામર્થનો ઉપયોગ કરયો હતો, ઠીક એવી જ રીતે ઈ આપણને પણ મરણમાંથી જીવાડશે. 15 તમે જરૂર જાણો છો કે, તમારું દેહ મસીહનું અંગ છે. તો શું એક માણસ પોતાના દેહને લયને જે મસીહનું છે, એને ઈ વેશ્યાની હારે જોડી હકે? નય! કોયદી નય! 16 તમે હંમજો છો કે, શાસ્ત્રમાં લગન વિષે આમ લખ્યું છે કે, “બેય એક દેહ બનશે.” તો તમને ખબર હોવી જોયી કે, જે કોય વેશ્યાની હારે મળી જાય છે, તો ઈ વેશ્યાની હારે એક દેહ બની જાય છે. 17 પણ જે પરભુની સંગતીમાં રેય છે, એની આત્મા અને પરભુની આત્મા એક થય ગય છે. 18 છીનાળવાથી પુરી રીતેથી છેટા રયો કેમ કે, છીનાળવા કરનારા પોતાના જ દેહની વિરુધ પાપ કરે છે. 19 તમે જરૂર જાણો છો કે, તમારુ દેહ મંદિર છે જેમાં પવિત્ર આત્મા રેય છે, જે તમારામાં વસેલો છે અને તમને પરમેશ્વર તરફથી મળ્યું છે, તમે પરમેશ્વરનાં છો. 20 કેમ કે, પરમેશ્વરે તમને કિમંતની જેમ પોતાનું જીવન દેયને તમને બસાવી લીધા છે, ઈ હાટુ પોતાના દેહ દ્વારા પરમેશ્વરની મહિમા કરો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation