1 કરિંથીઓને પત્ર 4 - કોલી નવો કરારમસીહના ગમાડેલા ચેલાઓની સેવા 1 દરેક માણસે આપણને મસીહના સેવકો અને પરમેશ્વરનાં હાસને પરગટ કરનારા માલિકો હમજવા. 2 વળી હરેક માલિકને વિશ્વાસુ થાવુ બોવ જ જરૂરી છે. 3 મારી હાટુ, હું સિન્તામાં નથી કે, બીજા લોકો કેય છે કે, હું ન્યાયી છું કા નથી. ન્યા હુધી કે, હું ઈ નથી. પોતાનો જાતની હાટુ, મને પરવા નથી પણ હું તમારી દ્વારા કા કોય પણ માણસના વિસારો દ્વારા ન્યાયી કરવામાં આવે છે. હું પોતે પણ ન્યાયી નથી. 4 કેમ કે મારી બુદ્ધિ મને કોય વાતમાં ગુનેગાર નથી ઠરાવતો, પણ એનાથી હું ગુનેગાર નથી ઠરાવતા કેમ કે, મારો ન્યાય કરવાવાળો પરભુ છે. 5 ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે. 6 મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો! મેં ઈ વાતો તમારી હાટુ દાખલા તરીકે મને પોતાના અને આપોલસને લાગુ કરવામાં આવી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે, જે લખવામાં આવ્યું છે, એની હદ બારે જાવું નય અને એકનાં પક્ષમાં રયને બીજાની વિરુધ કોય અભિમાન કરવુ નય. 7 કોયે પણ તમને બીજાની કરતાં વધારે મહત્વનું નથી આપ્યુ! તમને આપેલી દરેક વસ્તુઓ પરમેશ્વર દ્વારા આપેલી છે. તો તમને અભિમાન કરવાનો કોય અધિકાર નથી. 8 તમને લાગે છે કે, તમારી પાહે આત્મીકની જેમ બધાય જીવે છે. તમને લાગે છે કે, તમારી પાહે પેલાથી જ ખાસ જરૂરિયાત છે, જે જે પવિત્ર આત્મા લોકોને આપે છે. તમે વિસારો છો કે, તમે અમારી વગર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દીધું છે. મને ખુશી થાહે જો ખરેખર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દેહો જેથી આપણે પણ તમારી હારે રાજ કરી હકીએ. 9 મને તો એવું લાગે છે કે, પરમેશ્વરે અમે ગમાડેલા ચેલાઓને મોતની સજા ભોગવતા માણસોની જેમ ટોળાના છેલ્લે દેખાડો કરયો છે કેમ કે, જગતની હાટુ સ્વર્ગદુતો અને માણસો, બેય હાટુ તમાશો બની ગયા છયી. 10 મસીહ હાટુ અમે લોકો મુરખ પણ તમે મસીહમાં બુદ્ધિશાળી છો! અમે નબળા પણ તમે શક્તિશાળી છો! અને તમે માન પામનારા અને અમે અપમાન પામનારા થયા છયી. 11 હજી હુધી અમે ભૂખ્યા અને તરસા અને લુગડા વગરના છયી સતાવણી સહન કરી છયી અને ઘરબાર વગરના છયી. 12 અને અમે પોતાના હાથોથી મેનત કરી છયી. લોકો અમારું અપમાન કરે છે અને તોય અમે એને આશીર્વાદ આપી છયી. તેઓ અમારી ઉપર જુલમ કરે છે અને અમે સહન કરી છયી. 13 અમારુ અપમાન હોવા છતાય વિનવણી કરી છયી; અમે હજી હુંધી જગતથી ધિક્કાર પામેલા અને કસરા જેવા છયી. સેતવણી 14 હું તમને શરમાવવા હાટુ આ વાતો નથી લખતો, પણ મારૂ હેતુ તમને નિયમોનું પાલન કરવા હાટુ છે કેમ કે તમે મારા બાળકોની જેમ છો જેઓને હું હાસીન પ્રેમ કરું છું જેઓને સેતવણી આપું છું 15 ભલે તમને મસીહમાં દસ હજાર શિક્ષકો હોવ, તો ઈ તમારા ઘણાય બાપ નથી; કેમ કે મસીહ ઈસુમાં, હારા હમાસાર દ્વારા હું તમારો બાપ બન્યો છું. 16 ઈ હાટુ હું વિનવણી કરું છું કે, મારા નમૂના પરમાણે કરો. 17 ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે. 18 તમારી વસમા કેટલાક લોકો વિસારે છે કે, હું તમને મળવા નય આવું, અને ઈ હાટુ તેઓ અભિમાની થય ગયા છે. 19 જો પરભુની ઈચ્છા હોય, તો હું તરત જ તમે લોકોને ન્યા આવય અને તઈ ખાલી આ અભિમાનીઓના શિક્ષણોને નય, પણ એનો સામર્થ્યને પણ જાણી લેય. 20 પરમેશ્વરનાં રાજ્યની હાટુ ખાલી બોવ બધી વાતો નથી; ઈ પરમેશ્વરની સામર્થ્યથી જીવવાનું છે. 21 તમારી શું ઈચ્છા છે? હું તમારી પાહે હોટી લયને આવું કે, પ્રેમથી અને દયાભાવથી આવું? |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation