1 કરિંથીઓને પત્ર 3 - કોલી નવો કરારપરમેશ્વરનાં સેવક 1 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી હારે વાત નય કરી હકુ; જેમ આત્મિક લોકોથી પણ જેમ તે લોકો વડે વાત કરું જેની પાહે પરમેશ્વરની આત્મા છે. પણ મને તમારીથી ઈ લોકોની હારે વાત કરવી પડે છે, જે ખરેખર આ જગતથી સબંધ રાખે છે, એવા લોકો જે મસીહ શિક્ષણોમાં અને તમારી હમજણમાં બાળકોની જેમ છે. 2 ઈ વખતે મે તમને પરમેશ્વરનાં સંદેશનું ખાલી શિક્ષણ જ શિખવાડયું કેમ કે, જેમ એક માણસ બાળકોને પીવડાવવા હાટુ દૂધ આપે છે. એવી જ રીતે મે પરમેશ્વરનાં વચનની ઊંડી હાસાયોને નથી શિખવાડી, જે એક ભારે ખોરાકની જેમ છે કેમ કે, તમે એની હાટુ તૈયાર હતા નય. 3 કેમ કે તમે હજી સંસારિક છો. કેમ કે તમારામાં અદેખાઈ અને બાધણા છે, ઈ હાટુ શું તમે સંસારિક નથી, અને સંસારિક માણસોની માફક વર્તતા નથી? 4 કેમ કે, જઈ તમારામાંથી કોય કેય છે, હું પાઉલનો છું, કા હું આપોલસનો છું, તો તમે આ જગતના લોકોની જેમ જીવો છો. 5 આપોલસ કોણ છે? પાઉલ કોણ છે? અમે તો ખાલી સેવક છયી, જેના દ્વારા તમે લોકોએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, આપડામાંથી દરેકને ઈ જ કામો કરયા જે પરમેશ્વરે આપણને કરવા હાટુ આપ્યું. 6 મેં તો ખાલી રોપ્યું, અને આપોલસે પાણી પાયું, પણ પરમેશ્વરે ઈ બીને ઉગાડયું. 7 ઈ હાટુ જે રોપડા લગાડે છે અને જે પાણી પાય છે એનો કોય મહત્વ નથી. પણ મોટા કરવાવાળા જેમ કે, પરમેશ્વરનું જ મહત્વ છે. 8 હરેક માણસ પરમેશ્વરે એને હોપેલુ કામ જે રીતે કરશે ઈ પરમાણે એને બદલો મળશે. 9 કેમ કે અમે પરમેશ્વરનાં સેવકો તરીકે હારે કામ કરનારા છયી; તમે પરમેશ્વરની ખેતી, અને પરમેશ્વરનાં ઘર છો. 10 પરમેશ્વરની મારી ઉપર થયેલી કૃપા પરમાણે કુશળ કારીગર તરીકે મેં પાયો નાખો છે; અને એની ઉપર કોય બીજો બાંધે છે. પણ પોતે એની ઉપર કેવી રીતે બાંધે છે ઈ વિષે હરેકને સાવધન રેવું જોયી. 11 આ ઘરમાં જે બનાવવામાં આવે છે, ઈસુ મસીહ ઈ ઘરનો પાયાની જેમ છે. ઈ ખાલી એક અને આ ઈ જ ખાલી આધાર છે, આનો અરથ છે ઈસુ મસીહ જ એક ખાલી તરીકો છે જેનાથી લોકો પરમેશ્વરને ઓળખે છે. 12 જો મસીહ માણસ હાસો સિદ્ધાંત શીખવાડે છે કે, પરમેશ્વરે જે તેઓને આપ્યુ છે, તો તેઓ ઘર બાંધવાવાળાની જેમ છે જે હોનું, સાંદી અને કિંમતી પાણાઓ એવી હારી ગુણવતાવાળી વસ્તુનો ઉપયોગ કરીને પાયાનું નિર્માણ કરે છે. પણ તેઓ ખોટા શિક્ષણ શીખવાડે છે, તો તેઓ ઈ ઘર બાંધવાવાળાઓની જેમ હોય છે, જે લાકડું, ખડ અને પૂળયા જેવી ખરાબ ગુણવતાવાળી વસ્તુનો ઉપયોગ કરે છે. 13 પણ જઈ મસીહ ફરીથી પાછા આયશે, તો આગ દરેક માણસના કામોની પરીક્ષા કરશે. પણ કોય માણસના કામોનો કોય મુલ્ય છે તો ઈ આગ દેખાડશે. 14 જો કોય માણસને પાયા ઉપર જે કામો કરયા છે, તો એને એનું ઈનામ પ્રાપ્ત થાહે. 15 પણ મસીહ કેય છે કે, એક માણસે જે પાયા વગર કામો કરયા છે ઈ હારું નથી, તો મસીહ ઈ માણસને ઈનામ નય આપે. જો કે, ઈ અનંત જીવનને બસાવી નય હકે જે પરમેશ્વરે એને આપ્યુ છે. 16 પાકી ખાતરીથી તમે જાણો છો કે, તમે પોતે પરમેશ્વરનું મંદિર છો અને તમારામાં પરમેશ્વરનો આત્મા વાસ કરે છે. 17 જો કોય પરમેશ્વરનાં મંદિરનો નાશ કરે તો ઈ પણ પરમેશ્વર દ્વારા નાશ કરી નાખવામાં આયશે કેમ કે, પરમેશ્વરનું મંદિર પવિત્ર છે અને તમે પોતે જ ઈ મંદિર છો. 18 ભૂલમાં નો રયો. જો તમારામાંથી કોય ઈ વિસારમાં બેઠો છે કે, ઈ જગતની વાતો પરમાણે બુદ્ધિશાળી છે, તો હાસુ ઈ થાહે કે, ઈ પોતાને મુરખ બનાવી લેય કે, ઈ બુદ્ધિશાળી બની જાહે. 19 આ જગતના લોકો બુદ્ધિશાળી હોય છે, પણ પરમેશ્વરની નજરમાં મુરખા છે જેમ કે, શાસ્ત્ર કેય છે, કેટલાક લોકો વિસારે છે કે, તેઓ બુદ્ધિશાળી છે, પણ પરમેશ્વર તેઓને હરાવવા હાટુ પોતાના સાલાક વિસારોનો ઉપયોગ કરે છે. 20 પવિત્રશાસ્ત્ર ઈ હોતન કેય છે, પરમેશ્વર જાણે છે કે, બુદ્ધિશાળીનો વિસાર નકામો છે. 21 તો ઈ હાટુ કોય પણ માણસે માણસોની વિષે અભિમાન નો કરવુ, કેમ કે પરમેશ્વરે તમને બધુય આપેલું છે. 22 પાઉલ, આપોલસ, પિતર (કેફા), જગત, જીવન, મરણ, વર્તમાન કે, ભવિષ્યની વાતો; ઈ બધુય તમારુ જ છે; 23 તમે મસીહનાં છો; અને મસીહ પરમેશ્વરનાં છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation