Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓને પત્ર 16 - કોલી નવો કરાર


યરુશાલેમ શહેરની મંડળી હાટુ દાન

1 હવે યરુશાલેમમાં પરમેશ્વરનાં લોકો હાટુ ભેગી કરવામાં આવેલી પુંજી હાટુ તમારા સવાલના વિષે જેવું મેં ગલાતિયા પરદેશની મંડળીઓને કીધું હતું, એવું જ તમે પણ કરો.

2 અઠવાડીયાનાં પેલા દિવસે તમારામાંથી દરેક પોતાની કમાણી પરમાણે થોડુક પોતાની પાહે અલગથી રાખી મુકે કે, મારે આવવાનું હોય તઈ ફાળો નો કરવો પડે.

3 પછી, જઈ હું ન્યા પુગું તો હું ઈ લોકોને મોક્લય, જેને તમે વિશ્વાસી માણસોની જેમ ગમાડયા હતા કે, તેઓ દાન યરુશાલેમ શહેરમાં લયને જાય. હું એની હારે એક પત્ર પણ મોકલી દેય કે ન્યાના વિશ્વાસીઓથી એની ઓળખાણ કરાવી હકુ.

4 જો મારે હોતેન જાવાનું લાયક લાગે તો તેઓ મારી હારે આયશે.


પાઉલનો મુસાફરી હાટુનો કાર્યક્રમ

5 મકદોનિયા ગયા પછી હું તમારી મુલાકાત લેય. કારણ કે, હું મકદોનિયામાં થયને ન્યાંથી જાવાનો છું.

6 હું લગભગ તમારી હારે રેય, કા હું આખો શિયાળો પણ ગાળય કે, જેથી મારે જ્યાં જાવાનું છે ન્યા તમે મને પુગાડો.

7 કેમ કે, હમણાં જાતા તમને મળવાની મારી ઈચ્છા નથી, પણ જો પરમેશ્વરની ઈચ્છા હશે તો હું થોડાક વખત હુધી તમારી હારે રેવાની આશા રાખું છું

8 પણ હું પસાહમાના તેવાર હુધી એફેસસ શહેરમાં રેવાનો છું

9 કેમ કે, હવે અત્યારે પણ આયા બોવ બધાય લોકો છે જે પરમેશ્વરનાં વચનો હાંભળવા માગે છે, અને જ્યાં પરમેશ્વરનાં ઘણાય વિરોધીઓ છે.

10 હવે જો તિમોથી તમારી પાહે કરિંથ શહેરમાં આવે, તો એની હારે માનથી વ્યવહાર કરજો કેમ કે, ઈ પણ મારી જેમ પરભુનું કામ કરે છે.

11 ઈ હાટુ કોય પણ એને અપમાનિત નો કરે, પણ શાંતિથી એને ઈ બધુય આપો જે એને પોતાની યાત્રા હાટુ જરૂરી છે કે, મારી પાહે આવી જાય કેમ કે, ઈ વિશ્વાસીયો ભાઈઓની હારે આવે છે.

12 અને સાથી વિશ્વાસી ભાઈ આપોલસને મેં બોવ પ્રોત્સાહિત કરયો છે કે, બીજા વિશ્વાસીઓની હારે જે તમને મળવા આવ્યા હતા, પણ એણે આ વખતે જાવાની કાય પણ ઈચ્છા નોતી, જઈ તક મળશે તઈ આવી જાય.


છેલ્લા વચનો

13 જાગૃત રયો, વિશ્વાસમાં મકમ રયો, સાહસી માણસ બનો, વિશ્વાસમાં મજબુત બનો.

14 અને તમે જે કાય પણ કરો છો, એમા સદાય બીજા પ્રત્યે પોતાનો પ્રેમ દેખાડો.

15 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે સ્તેફનાસ અને એના પરિવારને ઓળખો છો કે, તેઓ અખાયા વિસ્તારના પેલા લોકો હતા જેણે મસીહ ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરનાં પવિત્ર લોકોની સેવા હાટુ લાગેલા રયો.

16 ઈ હાટુ હું તમને વિનવણી કરું છું કે, પોતાની જાતને હોપી દયો, પણ દરેક કડક મેનત કરે છે અને જે આ રીતે હાસી ભક્તિની હારે સેવા કરે છે.

17 અને હું સ્તેફનાસ અને ફોર્તુનાતસ અને અખાઈક્સના આવવાથી રાજી છું કેમ કે, તેઓ મારી મદદ કરે છે કે, જે તમે નોતા કરી હકતા.

18 અને તેઓએ મારા અને તમારી આત્માને પ્રોત્સાહિત કરયો. ઈ હાટુ એવા માણસોને માન આપવું જોયી.


સારાંશ

19 આસિયા પરદેશની મંડળીઓને વિશ્વાસીયો ની તરફથી તમને સલામ, આકુલા અને એની બાયડી પ્રિસ્કીલાનો અને ઈ મંડળી જે એના ઘરે સમુહમાં ભેગી થાય છે ઈ હોતેન તમને પરભુમાં સલામ કેય છે.

20 આયના બધાય વિશ્વાસી ભાઈઓ તમને સલામ કરે છે, તમારે પણ એક-બીજાને સલામ કરવી જોયી તમે એક-બીજાને પ્રેમ કરો છો.

21 હું પાઉલ આ સલામ પોતાના હાથથી લખું છું

22 જો કોય પરભુને પ્રેમ રાખે નય, તો ઈ હરાપિત થાય, અમારા પરભુ, આવો!

23 હું પ્રાર્થના કરું છું કે, આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી હારે રેય.

24 મસીહ ઈસુમાં મારો પ્રેમ તમારા બધાયની હારે હોય. આમીન.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan