1 કરિંથીઓને પત્ર 15 - કોલી નવો કરારમસીહનું પાછુ જીવતું થાવુ 1 હવે ભાઈઓ અને બહેનો જે હારા હમાસાર મેં તમને પરગટ કરા છે જેને તમે પણ અપનાવા છે, અને એમા તમે મજબૂત પણ રયા છો, 2 પરમેશ્વર તમને ઈ હારા હમાસાર દ્વારા બસાવે છે, જો તમે ઈ હારા હમાસાર ઉપર વિશ્વાસ કરવાનું સાલુ રાખો જેનો મેં તમારી વસે પરચાર કરયો હતો. જો તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દયો તો તમારા વિશ્વાસની કોય કિંમત નથી, ઈ નકામું છે. 3 મે તમને ઈ બધાયથી ખાસ સંદેશો કીધો જે મને મળ્યો હતો. જે સંદેશો આ છે કે, શાસ્ત્રવચનો પરમાણે મસીહ આપડા પાપો હાટુ મરી ગયો. 4 અને એને દાટી દીધો અને શાસ્ત્રના વચનો પરમાણે ત્રીજા દિવસે પરમેશ્વરે એને મરેલામાંથી જીવતો કરી દીધો. 5 પિતર અને પછી બારેય ચેલાઓને દર્શન દીધુ. 6 પછી પાનસો કરતાં વધારે વિશ્વાસી ભાઈઓને એક હારે દર્શન દીધુ કે, જેમાંથી મોટા ભાગના હજી જીવે છે અને કેટલાય મરી ગયા છે. 7 પછી યાકુબને દર્શન દીધું અને બધાય ગમાડેલા ચેલાઓને ફરીવાર દર્શન આપ્યા. 8 અને છેલ્લે એણે મને હોતેન દર્શન દીધા, જેમ કે, વખત પેલા જનમેલો બાળક હોય. 9 કેમ કે, હું ગમાડેલા ચેલાઓમાં બધાયથી ઓછો મહત્વનો છું, જે ગમાડેલો ચેલો કેવાને લાયક પણ નથી કેમ કે, મેં પરમેશ્વરની મંડળીમાં વિશ્વાસીઓને સતાવ્યા હતા. 10 પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી. 11 ઈ હાટુ હું, અને બીજા ગમાડેલા ચેલાઓ અમે હારા હમાસાર પરગટ કરી છયી, અને એની ઉપર તમે વિશ્વાસ કરયો છે. મરેલાઓનું પાછુ જીવતું ઉઠવું 12 હવે જો, મસીહનો આ પરચાર કરવામાં આવે છે કે, ઈ મરેલામાંથી જીવતો ઉઠયો, તો તમારામાંથી કેટલાય કેય છે કે, મરેલામાંથી પાછુ જીવતુ ઉઠવાનું છે જ નય! 13 પણ જો મરેલામાંથી જીવતુ ઉઠવાનું નો હોત તો પરમેશ્વરે મસીહને પણ જીવતો ઉઠયો નો હોત. 14 અને જો મસીહને મડદા માંથી ઉઠાવ્યો નથી, તો જે સંદેશાનો પરચાર આપડે કરીએ છયી અને મસીહમાં તમારો વિશ્વાસ કરવો પણ નકામો છે. 15 જો મડદાને જીવતો કરવામાં આવતો નથી, તો આપણે ઈ કયને પરમેશ્વરને પારખ્યો છે કે, એણે મસીહને જીવતો કરયો હતો, પણ ખરેખર એણે એવું કરયુ નય. 16 ઈ હાટુ હું પાછુ કવ છું, જો કોય પણ મરણમાંથી જીવતો નો થાય, તો મસીહ પણ જીવતો ઉઠયો નથી. 17 અને જો મસીહ મરણમાંથી જીવતો નથી ઉઠયો, તો તમારો વિશ્વાસ કરવો નકામો છે, અને તમે હજી પણ પાપની તાકાતને આધીન છો. 18 એનો અરથ ઈ પણ થાય કે, જેઓ મસીહ ઉપર વિશ્વાસ કરયા પછી મરી ગયા છે, તેઓ નાશ પામ્યા છે, 19 જો ખાલી આ જીવન હાટુજ આપણી આશા મસીહમાં છે, તો બધાય માણસો કરતાં આપણે વધારે દયાળુ છયી. 20 પણ હાસુ તો એમ છે કે, પરમેશ્વરે ખરેખર મસીહને મોતમાંથી જીવતો કરયો, આ ખાતરી છે કે, પેલા ઘણાય લોકો જે મરી ગયા છે તેઓને પણ જીવતા કરશે. 21 કેમ કે, માણસ દ્વારા મરણ થયુ, ઈજ રીતે માણસ દ્વારા મરેલામાંથી જીવતા પણ થયા છે. 22 કેમ કે જેમ આદમમાં બધાય મરે છે, એમ મસીહમાં બધાય જીવતા થાહે. 23 પણ દરેક પોતપોતાના લાયક પરમાણે; મસીહ પેલું ફળ, જે મોતમાંથી જીવતું કરવામાં આવ્યું છે, પછી જઈ ઈ આયશે તઈ જેઓ મસીહના છે તેઓને જીવતા કરવામાં આયશે. 24 પછી, જઈ મસીહ પરમેશ્વરને રાજ્ય હોપી દેહે, તઈ બધીય સત્તા, બધાય અધિકાર અને શક્તિઓનો નાશ કરશે, તઈ અંત આયશે. 25 જ્યાં હુંધી પરમેશ્વર એના બધાય વેરીઓને પુરી રીતેથી હરાવી નય દેય. ન્યા હુંધી મસીહને તે રાજ્ય ઉપર રાજ્ય કરવુ જોયી. 26 બધાયથી છેલ્લા વેરીનો નાશ કરવામાં આયશે, ઈ મરણ છે. 27 કેમ કે પરમેશ્વરે પોતાના પગ નીસે બધાયને આધીન કરયા છે; પણ જઈ એણે કીધું કે, “બધાય આધીન કરાણા છે, તઈ બધાયને આધીન કરનારા જુદા છે, ઈ સોખું દેખાય છે.” 28 પણ જઈ બધાય એને આધીન કરાહે, ઈસુ આધીન થયેલાઓને આધીન નય થાય પણ બાપની આધીન થાહે ઈ હાટુ કે, પરમેશ્વર બધાયમાં પુરૂ થાય. 29 જો મરેલાને પાછો જીવતો કરવામાં આવતો નથી, તો મરેલા હાટુ જળદીક્ષા લેનારા થોડાક લોકોના રીવાજનો શું અરથ છે? જો મરેલા લોકોને પાછા જીવતા થાવાનું નથી, તો તેઓ બધાય તેઓના હાટુ હજી પણ જળદીક્ષા હુકામ પામે છે? 30 જ્યાં હુધી આપણી વાતો છે, જો મરેલાને જીવતા કરયા નથી તો આપણે પોતાને જોખમમાં નાખવું ઈ મૂર્ખતા છે. 31 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું દરોજ મોતને ભેટું છું, હું જે કવ છું ઈ ખરેખર હાસુ છે જેમ કે, ઈ પણ હાસુ છે કે, હું ખરેખર રાજી છું કેમ કે, તમે અમારા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો. 32 જો એફેસસ શહેરમાં જંગલી જનાવરોની હારે બાધ્યો, અને જો મરણમાંથી ઉઠતા નથી તો આપડે ખાયી અને પીયી તો એમા કાય ખોટુ નથી, કેમ કે આપડે મરવાના તો છયી. 33 જે લોકો આવી વાતો કરે છે તેઓની દ્વારા મુરખ નો બનો, “ખરાબ સંગત હારી નીતિને બગાડી નાખે છે,” 34 જાગરૂત થાવ, ન્યયીપણાથી જીવો અને પાપ કરવુ નય; કેમ કે, ઘણાય લોકો પરમેશ્વર વિષે અજ્ઞાની છે; આવું હું તમને શરમાવા હાટુ કવ છું. પાછુ જીવતો થયેલો દેહ 35 અને કોય પૂછે છે કે, મરેલાને કેવી રીતે પાછા જીવતા કરાહે? અને તેઓ કેવો દેહ મેળવશે? 36 હે મુરખ, તું પેલા જમીનમાં બીને વાવ, અને જો ઈ મરે નય, તો એને જીવન મળે નય 37 અને જે કાય પણ તું વાવ છો, એની વૃદ્ધિ પછીથી થાય છે, પછી ઈ ભલે ઘઉંનો દાણા હોય કે, બીજા કોયનો, ઈ તો ખાલી બીજ છે. ઈ છોડવો હશે નય. 38 પણ પરમેશ્વર છોડવાનું રૂપ આપે છે જે ઈ એની હાટુ ઈચ્છે છે. તે દરેક પરકારનું બી પોતાના રૂપમાં વધે છે. 39 અને જગતમાં બધાય અલગ અલગ જીવતા પશુઓનું માસ પણ એક હરખુ નથી. માણસોનું માસ જાનવરોના માસની જેમ નથી. પક્ષીઓનું માસ પણ માછલીઓના માસથી જુદુ હોય છે. 40 અને જેવી રીતેથી પૃથ્વી ઉપર જુદા પરકારના દેહ છે, એમ જ સ્વર્ગમાં પણ છે, પણ સ્વર્ગીય દેહમાં એક એવો વૈભવ હોય છે, અને પૃથ્વીના દેહમાં એકબીજા પરકારનો વૈભવ હોય છે. 41 સુરજનો તેજ અલગ પરકારનું હોય છે, જઈ સાંદાનું તેજ પણ અલગ પરકારનું હોય છે, એમ જ સમકતા તારાઓનો તેજ પણ જુદો હોય છે, કેમ કે, એક તારાથી બીજા તારાનું તેજ પણ જુદુ હોય છે. 42 તો એવું જ મરેલામાંથી જીવતા ઉઠવું પણ થાહે. તેઓ જે દેહને દાટીદેય છે ઈ એવું દેહ છે જે હડી જાય છે, પણ જઈ ઈ ફરીથી ઉભો થાય છે તો ઈ એક એવું દેહ હશે જે હડતું નથી. 43 જઈ આપણા દેહને દાટીદેવામાં આવે જઈ આપણે મરી જાયી છયી, તઈ તેઓ કદરૂપો અને નબળો હોય છે. પણ જઈ તે ફરીથી જીવનમાં પાછો આવે છે, તો તે માનમાં અને સામર્થમાં વધે છે. 44 જઈ દાટવામાં આવે છે તઈ ઈ કુદરતી દેહ હોય છે પણ જઈ જીવતું થાહે, તઈ ઈ આત્મિક દેહ બનશે. જેમ કુદરતી દેહ છે, એમ આત્મિક દેહ હોતન છે. 45 શાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “પેલો માણસ, એટલે કે, આદમ, જીવતો પ્રાણી બન્યો” અને છેલ્લો આદમ મસીહ છે, જે જીવન આપવાવાળો આત્મા છે. 46 આત્મિક પેલા આવતું નથી, પણ દેહિક પેલા આવે છે અને પછી જ આત્મિક છે. 47 પેલો માણસ પૃથ્વીથી એટલે કે ધૂળનો હતો. મસીહ, જો કે, બીજો માણસ છે, જે સ્વર્ગમાંથી આવ્યો છે. 48 જે લોકો પૃથ્વી હારે જોડાયેલાં હતાં તેઓ પૃથ્વીના પેલાના માણસ, આદમ જેવા છે. પણ જે લોકો સ્વર્ગ હારે જોડાયેલા છે તેઓ સ્વર્ગના માણસો, મસીહ જેવા છે. 49 અને જેવી રીતે પરમેશ્વરે આપણને એવું દેહ આપ્યુ જેમ પૃથ્વી ઉપરનાં પેલા માણસનું હતું, એવી જ રીતેથી આપણે વિશ્વાસીઓની પાહે મસીહ જેવું દેહ હશે, જે હવે સ્વર્ગમાં છે. 50 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ પૃથ્વી ઉપરનાં આપણા દેહ માંસ અને લોહીથી બનેલા છે, અમે સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યમાં પોતાના દેહ હારે રય હકતા નથી. જે મરી હકે છે કેમ કે, ન્યા પણ કોય મોત નથી. 51-52 જોવ, હું તમને ભેદની વાતો કવ છું કે. આપડામાંથી કેટલાક વિશ્વાસીઓ મરી હકશે નય, પણ બધુય બદલાય જાહે. ઈ અસાનક બનશે, એટલી જલ્દી જેમ કે, કોય પોતાની આંખુ પટપટાવે છે. જઈ છેલ્લું રણશિગડું વાગશે, તો જે લોકો મરી ગયા છે તેઓ કાયમ જીવન જીવવા હાટુ ફરીથી જીવતા કરવામાં આયશે અને આપણે જીવી છયી, આપડા દેહનું બદલાણ થાહે. 53 કેમ કે, આપડુ આ દેહ જે સરળતાથી મરી જાય છે અને હડી જાય છે, એને એક દેહમાં બદલાય જાવું જોઈએ જે કોયદી મરતુ નથી અને કોયદી હડી જાતુ નથી. 54 જઈ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મરણ અમરપણું ધારણ કરશે, તઈ શાસ્ત્રમાં લખેલી વાતો પુરી થાહે કે, “મરણ ઉપર પૂરેપૂરો વિજય પરાપ્ત કરવામાં આવ્યો છે. 55 હે મરણ, તારો જય ક્યાં છે? હે મરણ, તારો ડંખ ક્યાં છે?” આ રીતેથી, શાસ્ત્રમાં જે લખ્યું છે ઈ પૂરુ થાહે. 56 મોતનો ડંખ પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમ છે. 57 પણ પરમેશ્વરનો આભાર! આપડા પરભુ ઈસુ મસીહે આપડી હાટુ જે કરયુ છે એથી આપડે પાપ અને મોત ઉપર જય મેળવ્યો છે. 58 ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation