Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓને પત્ર 14 - કોલી નવો કરાર


જુદી-જુદી ભાષાઓ અને આગમવાણી

1 એક-બીજાને પ્રેમ કરવાની દરેક વખતે કોશિશ કરો, અને આત્મિક વરદાનોને ઉત્સાહથી મેળવવાની ઈચ્છા રાખો, ખાસ કરીને આયા, પરમેશ્વરનાં સંદેશાને જાહેર કરો.

2 પણ, બીજી ભાષામાં બોલે છે, ઈ માણસની હારે નય, પણ પરમેશ્વરની હારે વાત કરે છે, ઈ હાટુ કે કોય એની ભાષાને હંમજી હકતા નથી. કેમ કે, આવો માણસ પવિત્ર આત્માના સામર્થ્યમાં મરમની હાસાયના વિષે બોલે છે.

3 પણ જે કોય આગમવાણી કરે છે, ઈ લોકોને પ્રોત્સાહિત કરવા અને હિંમત આપવા મદદ કરે છે.

4 જે બીજી ભાષામાં વાતો કરે છે, ઈ ખાલી પોતાના જ વિશ્વાસને મજબુત કરે છે, પણ જે આગમવાણી કરે છે, ઈ મંડળીના બધાય વિશ્વાસીયોના વિશ્વાસને મજબુત કરે છે.

5 હું ઈચ્છું છું કે, તમે બધાય બીજી ભાષાઓમાં વાતો કરો, પણ ખાસ કરીને ઈચ્છું છું કે, આગમવાણી કરો કેમ કે, જો બીજી ભાષા બોલવાવાળો આ માણસ વાતનું મુલ્ય નથી કરતો તો ઈ મંડળીમાં વિશ્વાસીઑના વિશ્વાસને મજબુત કરવા હાટુ શું કેય છે, તો જે માણસ આગમવાણી કરે છે ઈ વધારે મહત્વનું કામ કરે છે.

6 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વસે આવીને હું બીજી ભાષાઓ બોલું પણ જો આગમવાણી, જ્ઞાન, ઉપદેશ કે, શિક્ષણ આપું નય, તો એનાથી તમને કાય લાભ નથી.

7 જો કે, સંગીતના બધાય સાધનનોમાથી એક હરખો સુર વગડે તો પછી વાંહળી કે તબુરો વગડે છે, એની કોયને કેમ ખબર પડે?

8 અને યુધ્ધમાં, જો રણશિંગડાનો સોખો અવાજ કા સુર નો હંભળાય તો સિપાય લડાય હાટુ તૈયાર થય હકતા નથી.

9 એવી જ રીતે, જઈ તમે એવી જીભથી શબ્દો નથી બોલતા જે લોકો હંમજી હકે છે, તો તમે જે કયો છો એની કોય કિંમત નથી.

10 આ જગતમાં ઘણીય બધી ભાષાઓ છે ઈ દરેક ભાષાનો અરથ છે.

11 ઈ હાટુ જો હું અમુક ભાષાનો અરથ નો જાણું, તો બોલનારાની હામે હું પરદેશી જેવો થાય.

12 કેમ કે, તમે પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવેલા ખાસ વરદાનો હાટુ એટલો ઉત્સાહ છે, ઈ હાટુ તે વરદાનોની ઈચ્છા કરે જે મંડળીમાં વિશ્વાસીઓના વિશ્વાસને મજબુત કરે,

13 આ કારણે જે બીજી ભાષા બોલે, તો ઈ પ્રાર્થના કરે કે, એણે જે કીધું એનો અરથ પોતે હંમજાવી હકે.

14 જો હું બીજી ભાષામાં પ્રાર્થના કરતો હોવ છું, તો મારી આત્મા પ્રાર્થના કરે છે, પણ મારૂ મન કા વિસાર હાટુ, કોય ફાયદો નથી કેમ કે, હું એને હંમજી નથી હક્તો.

15 આ કારણથી, હું આત્માથી પ્રાર્થના કરય અને મનથી પણ પ્રાર્થના કરય, આત્માથી ગાહુ અને મનથી પણ ગાહુ.

16 નય તો જો તું આત્માથી સ્તુતિ કરય તો ન્યા જે ઓછુ હમજદાર માણસ બેઠો છે; ઈ તારી સ્તુતિ હાંભળીને “આમીન” કેવી રીતે કેહે? કેમ કે, તું શું બોલે છે, ઈ આવું હમજતો નથી.

17 પરમેશ્વર હાટુ તમારો આભાર અદભુત હોય હકે છે, પણ એનાથી બીજાને પોતાના વિશ્વાસમાં મજબુતી મળતી નથી.

18 હું પરમેશ્વરનો આભાર માનું છું કે, હું બધાયની હરખામણીમાં ઘણીય વાર બીજી ભાષામાં બોલુ છું.

19 પણ એના સિવાય, જો હું વિશ્વાસીઓની એક મંડળીમાં છું, હું એનો ઉપયોગ નય કરી હકુ કેમ કે, ઈ મારી હાટુ હારું છે અને પાસ શબ્દ કવ જે એવા કે, હંમજાય અને શીખવુ કા બીજાને માર્ગદર્શન આપું, એના બદલે મારી ભાષાના બોલ હજારો હોય પણ હંમજી નથી હકાતા.


બીજી ભાષા અવિશ્વાસીઓ હાટુ નિશાની

20 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.

21 શાસ્ત્રમાં લખ્યું છે કે, “બીજી ભાષાઓથી અને અજાણ્યા લોકોના હોઠોથી હું આ લોકોની હારે બોલય, તો પણ તેઓ મારું હાંભળે નય,” એમ પરભુ કેય છે.

22 ઈ હાટુ ભાષાઓ વિશ્વાસીઓને નય પણ અવિશ્વાસુઓની હાટુ નિશાની જેમ છે અને આગમવાણી અવિશ્વાસુઓની હાટુ નય પણ વિશ્વાસુઓની હાટુ નિશાનીના રૂપમાં છે.

23 તો જો મંડળી એક જગ્યા ભેગી હોય, અને બધાય બીજી ભાષા બોલે, અને બારવાળા કા વિશ્વાસીયો અંદર આવી જાય તો તેઓ જરૂર વિસારશે કે, તમે ગાંડા છો.

24 પણ જો બધાય આગમવાણી કરવા મંડશે અને કોય અવિશ્વાસી કા બારે ઉભેલા માણસો અંદર આવી જાય, તો એને દુખ થાહે કે તેઓ પાપી છે, અને તમે જે બોલો છો, એના લીધેથી તેઓ પોતાની રીતે બદલવા માગશે.

25 અને એના હૃદયની ખાનગી વાતો પરગટ કરાય છે; વળી ખરેખર પરમેશ્વર તમારામાં છે એવું કબુલ કરીને, ઈ ઘુટણે પડીને પરમેશ્વરનું ભજન કરશે.


મંડળીમાં શિસ્તતા

26 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે ભેગા થાવ છો તઈ તમારામાંથી કોય ગીત ગાય છે, તો કોય આગમવાણી કેય છે, કોય સંદેશો આપે છે, કોય બીજી ભાષા બોલે છે, કોય એનો અરથ હંમજાવે છે. આ બધુય મંડળીની ઉન્નતી હાટુ થાવુ જોયી.

27 જો કોય બીજી ભાષા બોલે, તો વધારેને વધારે બે કા ત્રણ માણસ વારાફરથી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવુ જોયી.

28 પણ જો ભાષાંતર કરવાવાળા નો હોય, તો બીજી ભાષા બોલવાવાળા મંડળીમાં શાંતિ રાખે, અને પોતાના મનથી, અને પરમેશ્વરની હારે સાનામાના વાતો કરે.

29 આગમભાખીયાઓમાંથી બે કા ત્રણ બોલે, અને ઈ જરૂરી છે કે, બીજા હાંભળે અને પારખે કે, જે વાતો કેવામાં આવી છે, ઈ હાસી છે! કે, નય!

30 પણ જો સભામાં જેઓ બેઠા છે તેઓમાંથી કોયને કાય પરગટ થાય, તો પેલાએ બોલવાનું બંધ કરવું.

31 ઈ હાટુ તમે બધાય આગમવાણી કરી હકો છો, પણ એક પછી એક, જેથી બધાય શીખી હકે અને પ્રોત્સાહન મેળવે.

32 અને આગમભાખયાઓની આત્માઓ આગમભાખયાઓની પોતાના કાબુ છે.

33 કેમ કે, પરમેશ્વર અવ્યવસ્થાના નથી, મેળ કરાવવા અને શાંતિનો પરમેશ્વર છે, આજ નિયમ પરમેશ્વરનાં લોકોની દરેક મંડળીઓમાં પાલન કરવામાં આવે છે.

34 બાયુ મંડળીઓમાં શાંત રેય કેમ કે, એને બોલવાની પરવાનગી નથી, પણ પોતાના ધણીના આધીનમાં રેવાની આજ્ઞા છે. જેમ મુસાનો નિયમ પણ કેય છે.

35 જો કોય વાતો વિષે તમારે જાણવું હોય, તો ઘરે પોતાના ધણીને પૂછવું જોયી. મંડળીની સભામાં બાયુ બોલે ઈ શોભતું નથી.

36 શું તમારી પાહેથી પરમેશ્વરનું વચન આવ્યું? કે શું ઈ તમને એકલાને જ મળ્યું છે?

37 જો કોય માણસ પોતાની જાતને આગમભાખીયો કે આત્મિક હમજે, તો જે વાતો હું તમારી ઉપર લખું છું કે, તેઓ પરભુની આજ્ઞાઓ છે એવું એને હંમજવુ.

38 પણ જો કોય અજ્ઞાની હોય તો ઈ ભલે અજ્ઞાની રેય.

39 ઈ હાટુ મારા વિશ્વાસી ભાઈઓ આગમવાણી કરવાની ઈચ્છા રાખો, બીજી ભાષાઓમાં બોલવાની ના પાડોમાં.

40 પણ બધુય પરમેશ્વરને ગમે ઈ રીતે અને વ્યવસ્થા પરમાણે કરવામાં આવે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan