1 કરિંથીઓને પત્ર 12 - કોલી નવો કરારપવિત્ર આત્માના વરદાનો 1 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પવિત્ર આત્મા દ્વારા મળતા વરદાન વિષે તમે અજાણ્યા રયો એવી મારી ઈચ્છા નથી. 2 તમે જાણો છો કે, જઈ તમે વિશ્વાસ કરયો એની પેલા કેવું જીવન જીવતા હતા, તઈ કોય તમારી દોરવણી કરતાં હતા જેથી તમે મૂંગી મૂર્તિઓની પૂજા કરો. 3 ઈ હાટુ હું તમને જણાવું છું કે, પરમેશ્વરનાં આત્માથી બોલનારો કોય પણ માણસ ઈસુને હરાપિત કેતો નથી, અને કોય પણ માણસ, પવિત્ર આત્મા વગર “ઈસુ જ પરભુ છે” એવું કય હકતો નથી. 4 જુદી જુદી પરકારના વરદાનો હોય છે, પણ આત્મા એકનો એક જ છે. 5 પરમેશ્વરની સેવા કરવાની જુદી-જુદી રીત છે પણ પરભુ એકનો એક જ છે. 6 કામો ઘણાય પરકારના છે પણ પરમેશ્વર એકનો એક જ છે જે બધીય બાબતોમાં બધાય લોકોમાં કામ કરે છે. 7 બધાયનું ભલું થાય ઈ હાટુ હરેક બાબતમાં કોયને કોય રીતે આત્માની દોરવણી મળે છે. 8 એક વિશ્વાસીને પરમેશ્વરની આત્માથી જ્ઞાનની વાત અપાય છે; તો કોય બીજાને જ્ઞાનનો સંદેશો અપાય છે. 9 કોયને ઈ જ આત્માથી વિશ્વાસ; અને કોયને ઈ જ આત્માથી હાજા કરવાનું વરદાન આપે છે. 10 કોયને સમત્કારી કામો કરવાનું; અને કોયને સંદેશો આપવાનું; કોયને આત્માઓને પારખવાનું, અને કોયને જુદી-જુદી ભાષા બોલવાનું અને કોયને ભાષાંતર કરવાનું કૃપાદાન આપવામાં આવેલું છે. 11 પણ પોતાની ઈચ્છા પરમાણે હરેકને કૃપાદાન વેસી આપનાર અને બધાય શક્ય કામ કરનાર ઈનો ઈ જ આત્મા છે. દેહ એક અંગો કેટલાય 12 કેમ કે, જે પરકારે દેહ એક છે અને એના અંગો, બોવ છે, અને તે એક દેહના બધાય અંગો, ધણાય હોવા છતાં પણ બધાય મળીને એક જ દેહ છે, એમ જ મસીહ પણ છે. 13 જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી. 14 આપડા દેહમાં એક જ અંગ નથી, પણ ઘણાય છે. 15 જો પગ કેય કે, હું હાથ નથી ઈ હાટુ હું દેહનો અંગ નથી, એથી ઈ દેહનો ભાગ મટી જાતો નથી. 16 અને જો કાન કેય કે, “હું આંખ નથી ઈ હાટુ હું દેહનો અંગ નથી.” એથી ઈ દેહનો ભાગ મટી જાતો નથી. 17 જો આખો દેહ આંખ જ હોત. તો ઈ કેવી રીતે હાંભળત? જો આખો દેહ કાન હોત, તો ઈ કેવી રીતે હુંય હક્ત? 18 પણ હાસોહાસ પરમેશ્વરે આપડા દેહના બધાય અંગોને પોતાની ઈચ્છા પરમાણે દેહમાં લાયક જગ્યાએ ગોઠવા છે. 19 પણ જો એક જ અંગ હોત, તો કોય દેહ જ હોત નય! 20 ઈ હાટુ, ભલેને દેહના ઘણાય અંગો છે, તોય દેહ તો એક જ છે. 21 આંખ હાથને એમ નથી કય હકતી કે, “મારે તારી જરૂર નથી!” અને માથું પગને એમ નથી કય હકતું કે, “મારે તમારી જરૂર નથી!” 22 વળી દેહના કેટલાય કુમણાં અંગો સિવાય તો આપડે હલાવી હકતા જ નથી. 23 અને જે અંગો વિષે આપણને એમ લાગે છે કે, તેઓ ખાસ ઉપયોગી નથી, એની જ આપડે વધુ કાળજી રાખી છયી. 24 આપડા રૂપાળા અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછુ હતું એને પરમેશ્વરે વધારે માન આપીને, દેહને ગોઠવ્યું છે. 25 પરમેશ્વરે એવું ઈ હાટુ કરયુ જેથી દેહના થોડાક અંગોમાં એકબીજાની હારે બાધણુ નો હોય, પણ તેઓ એકબીજાની હાટુ એક જ હરખી દેખભાળ રાખવી જોયી. 26 ઈ હાટુ જો આપડા દેહના એક અંગમાં દુખાવો થાય તો આખાય દેહને દુખ થાય છે. અને એવી જ રીતે જો આપડા દેહના એક અંગને હારી રીતે હંભાળ રાખવામાં આવે તો આખોય દેહ રાજી છે. 27 આ પરકારે તમે બધાય મસીહના છો, અને તમે દરેક એક એક અંગની જેમ છો. 28 મંડળી અને મસીહના આ દેહમાં, પરમેશ્વરે આપણને જુદા જુદા પરકારના કામો આપ્યા છે: બધાયની પેલા, થોડાકને ગમાડેલા ચેલા થાવા હાટુ ગમાડીયા, બીજા આગમભાખીયાઓ, ત્રીજા શિક્ષકો, પછી સમત્કાર કરનારાઓ, હાજા કરનારાઓ, મદદ કરનારાઓ, વહીવટકરનારાઓ, અને જુદી જુદી ભાષા બોલનારાઓ. 29 આપડે બધાય ગમાડેલા ચેલા નથી, આપડે બધાય આગમભાખીયા નથી, આપડે બધાય સંદેશો આપનારા નથી, આપણે બધાય સમત્કાર કરનારા નથી. 30 આપડે બધાયને હાજા કરવાનું વરદાન મળ્યું નથી, આપડે બધાયને જુદી-જુદી ભાષા બોલતા નથી, આપડે બધાય ભાષાંતર કરતાં નથી. 31 જે વરદાનો વધારે હારા છે એને મેળવવાની ઈચ્છા રાખો; તોય પણ હું તમને ઈ કરતાં વધારે હારો મારગ બતાવું છું. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation