Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓને પત્ર 11 - કોલી નવો કરાર


ભક્તિસભામાં માથે ઓઢવા વિષે

1 તમે લોકો મારૂ અનુસરણ કરો, જેવી રીતે હું મસીહ પરમાણે હાલું છું

2 હું તમારી વાહવાહ કરું છું કેમ કે, તમે મને બધીય વાતોમાં યાદ કરતાં રયો છો; અને જે શિક્ષણ મેં તમને આપ્યુ છે, એનું ધ્યાન રાખીને પાલન કરતાં રયો.

3 હવે હું તમને આ હમજાવવા ઈચ્છું છું કે, એક વાત જાણી લ્યો કે, દરેક માણસનું માથું મસીહ છે, અને બાયનું માથું માણસ છે, અને મસીહનું માથું પરમેશ્વર છે.

4 ઈ હાટુ જો કોય માણસ માથે ઓઢીને પ્રાર્થના કા પરમેશ્વરનાં હુકમોને મંડળીમાં જાહેર કરે છે, ઈ મસીહનું અપમાન કરે છે, જે મંડળીનું માથું છે.

5 પણ જે બાય માથે ઓઢા વગર પ્રાર્થના કરે કા પરમેશ્વરનાં હુકમોને મંડળીમાં જાહેર કરે છે, એનો અરથ છે કે, ઈ પોતાના ધણીનું અપમાન કરે છે જે એની હાટુ માથું છે કેમ કે, એની અને એક એવી બાયુની વસે કાય ફરક નથી જેનું માથું શરમાવવા હાટુ થયને ટકો કરાવ્યો છે.

6 જો કોય બાય પોતાનું માથું ઢાકે નય, તો એણે પોતાના વાળ હોતેન કાપી નાખવા જોઈએ. પણ જો બાય પોતાનું માથું મુન્ડાવે છે કે વાળ કપાવે છે તો તે શરમજનક બાબત છે; એથી બાયુને પોતાનું માથું ઢાકવું.

7 હાં! માણસને પોતાનું માથું ઢાંકવાની કોય જરૂર નથી છે કેમ કે, માણસને પરમેશ્વરનાં રૂપમાં બનાવ્યો છે અને ઈ પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, પણ બાયડી તો ધણીની મહિમા પરગટ કરે છે.

8 ઈ હાટુ કે, માણસ બાયથી નથી આવ્યો, પણ બાય માણસથી આવી હતી.

9 અને પરમેશ્વર દ્વારા માણસ બનાવો એનું ઈ કારણ નથી કે, બાયની પાહે એક સાથી હોય પણ એણે બાયને બનાવી જેથી માણસ પાહે એક સાથી હોય.

10 અને કેમ કે, સ્વર્ગદુતો જોય રયા છે, ઈ હાટુથી, દરેક બાયને માથે ઓઢવું જોયી, એમ દેખાડવા હાટુ કે, ઈ અધિકારીને આધીન છે.

11 તો પણ પરભુમાં નય તો બાય વગર માણસના અને નય તો માણસ વગર બાય સ્વતંત્ર છે.

12 ભલે પરમેશ્વરે પેલા માણસથી પેલી બાય બનાવી, પણ હવે માણસને જનમ આપનારી બાય જ છે. પણ બધીય વસ્તુઓ પરમેશ્વરે બનાવી છે.

13 તમે પોતે જ નક્કી કરો કે, શું જાહેર યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બાય માથે ઓઢયા વગર પરમેશ્વરની પ્રાર્થના કરે ઈ હારુ છે?

14 ઈ સ્ભાવિક રીતેથી આપણે જાણીએ છયી કે, જો માણસ લાંબા વાળ રાખે, તો એની હાટુ અપમાનનું કારણ છે.

15 પણ જો બાય લાંબા વાળ રાખે; તો એની હાટુ શોભા છે કેમ કે, વાળ એને ઢાંકવા હાટુ આપવામાં આવ્યા છે.

16 પણ જો કોય વિવાદ કરવા માગે, તો ઈ જાણે કે, નય આપડી વસે અને નય પરમેશ્વરની મંડળીમાં એની સિવાય અમારી પાહે એવો કોય રીવાજ નથી.


પરભુ ભોજન

17 હવે પછી જે બાબત વિષે હું કેવા જય રયો છું, હું તમારા વખાણ નથી કરતો કેમ કે, તમારું મંડળીઓમાં ભેગા થાવાથી ભલાય નય, પણ નુકશાન થાય છે.

18 કેમ કે, પેલા તો હું ઈ હાંભ્ળુ છું, કે, જઈ તમે મંડળીમાં ભજન કરવા હાટુ ભેગા થાવ છો, તો તમારામાં પક્ષાપક્ષી થાય છે અને મને વિશ્વાસ છે કે, તેઓની થોડી-ઘણી કીધેલી વાતો હાસી છે.

19 શું તમને લાગે છે કે, પક્ષ પડવાથી બીજાને ખબર પડી જાહે કે, તમારામાંથી કોયની પાહે પરમેશ્વરની મંજુરી છે? નય. હરાહર નય!

20 જઈ તમે એક જગ્યામાં આપડા પરભુ ઈસુ મસીહના મોતને યાદ કરવા ભેગા થાવ છો તો ઈ પરભુ ભોજન નથી જેની પાહે ખાય રયા છો.

21 કેમ કે, ખાતી વખતે તમારામાંનો દરેક પોત પોતાનું ખાવાનું ખાય લેય છે; કોય ભૂખો રેય છે, તો કોય છાકટો બને છે,

22 શું તમારે ખાવા અને પીવા હાટુ તમારું ઘર નથી? કે શું તમે પરમેશ્વરની વિશ્વાસુ મંડળીને ધિક્કારો છો? કે, જેની પાહે કાય નથી તેઓને શરમાવો છો? હું તમને શું કવ? શું એમા હું તમને વખાણું? એમા હું તમારા વખાણ કરતો નથી.

23 કેમ કે, જે મેં પરભુ પાહેથી શિક્ષણ મેળવ્યું હતું ઈ મેં તમને પણ આપી દીધુ, એટલે કે, જે રાતે પરભુ ઈસુને દગાથી પકડાવામાં આવો હતો,

24 તઈ એણે રોટલી લીધી અને પરમેશ્વરનો આભાર માનીને તોડી અને કીધુ કે, “આ રોટલી મારું દેહ છે, જે હું તમારા હાટુ આપું છું; મારી યાદગીરી હાટુ તમે આવુ જ કરતાં રયો.”

25 આજ પરમાણે ખાવાનું ખાધા પછી ઈસુએ એક દ્રાક્ષના રસનો પ્યાલો લીધો અને કીધુ કે, “આ પ્યાલો મારા લોહી દ્વારા કરેલો નવો કરાર છે જે તમારી હાટુ વહેડાવવામાં આવે છે. તમે જેટલીવાર ઈ પીવ છો, એટલીવાર મારી યાદ હાટુ ઈ કરો.”

26 કેમ કે, જેટલીવાર તમે આ રોટલી ખાવ છો અને આ પ્યાલામાંથી પીઓ છો એટલીવાર તમે પરભુના આવતાં હુંધી એના મોતને પરગટ કરો છો.

27 ઈ હાટુ જે કોય લાયકાત વગર પરભુની રોટલી ખાય, અને આ પ્યાલામાંથી પીવે છે, ઈ પરભુના દેહ અને લોહીની વિરુધ પાપ કરે છે.

28 ઈ હાટુ માણસ પેલા પોતાના વ્યવહારને પારખે અને આજ રીતેથી આ રોટલીમાંથી ખાવ, અને આ વાટકાથી દ્રાક્ષારસ પીવે.

29 પણ કોય પરભુના દેહની હારે પોતાનો સબંધને ઓળખાયા વગર પ્યાલમાંથી પીવો અને રોટલીને ખાવ. ઈ આ ખાવા અને પીવાથી પોતાની ઉપર સજા લાવે છે.

30 આજ કારણ છે કે, તમારામાંથી ઘણાય લોકો માદા છે અને ઘણાય લોકોના નબળા દેહ પણ છે. અને ઘણાય લોકો મરી પણ ગયા છે કેમ કે, ઈ પરમેશ્વરની સજા છે.

31 પણ જો આપણે પેલા પોતાના વ્યવહારને પારખીએ છયી, તો પરમેશ્વર આપણને સજા નય આપે.

32 પણ જઈ પરભુ આપણને આજ રીતે સજા આપે છે, તો ઈ આપણને સુધારી રયા છે, જેથી ન્યાયના દિવસે આપણને જગતના બીજા લોકોની હારે સજા નય ભોગવી પડે.

33 ઈ હાટુ, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે પરભુ ભોજન ખાવા હાટુ ભેગા થાવ છો, એકબીજા હાટુ વાટ જોવ જેથી તમે બધાય ભેગા થયને ખાય હકો.

34 જો કોય ભૂખો હોય તો ઈ પોતાના ઘરે ખાય, જેથી તમારુ ભેગા થાવાનું સજાને લાયક નો થાય. હવે જે કાય બીજી બાબતો છે એનો ઉકેલ હું ન્યા આવય તઈ કરય.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan