Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓને પત્ર 10 - કોલી નવો કરાર


મૂર્તિઓ વિષે સેતવણી

1 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, વગડાઓમાં આપડા યહુદી વડવાઓ વાદળાની દોરવણી હેઠે લાલ દરીયામાં થયને સલામત રીતે પસાર થ્યા હતાં એની હું તમને યાદી દેવડાવું છું.

2 અમે કય હકી છયી; જેમ આપડે પરભુ ઈસુના ચેલા બનવા હાટુ જળદીક્ષા લીધી હતી, એવી જ રીતે ઈ બધાય વાદળાની હેઠે લાલ દરિયામાં પસાર થયને મુસાના નિયમ પરમાણે હાલનારા બન્યા હતા.

3 તેઓ બધાય એક જ આત્મિક રોટલી ખાધી જે પરમેશ્વરે સ્વર્ગથી આપી હતી.

4 તેઓ બધાયે એક જ આત્મિક પાણી પીધું હતું. એની હારોહાર જાવાવાળા આત્મિક પાણામાંથી એને ઈ પાણી પીધું હતું; ઈ પાણો તો મસીહ હતા.

5 પણ તેઓમાના કેટલાક ઉપર પરમેશ્વર ગુસ્સે હતાં ઈ હાટુ તેઓ વગડામાં મરી ગ્યા.

6 જેમ તેઓ ખરાબ વસ્તુઓની ઈચ્છા રાખનારા હતાં એવાં આપડે નો થાયી, ઈ હાટુ આ વાતુ આપડી હાટુ સેતવણી હતી,

7 જેમ તેઓમાના કેટલાક મૂર્તિપૂજક થયા, એવા તમે નો થાતા; શાસ્ત્રમાં લખેલુ છે કે, લોકો ખાવા પીવા બેઠા, અને લોકો ઉઠીને નાસવા લાગ્યા.

8 અને આપડે છીનાળવુ નો કરવુ જોયી; જેવું એનામાંથી કેટલાકે કરયુ અને એક દિવસમાં ત્રેવીસ હજાર મરી ગ્યા.

9 અને આપડે મસીહને પારખવો જોયી નય; જેવું એનામાંથી કેટલાકે કરયુ, અને એરુના કવડવાથી તેઓ મરી ગ્યા.

10 અને પરમેશ્વરે જે આપણને આપ્યુ છે, એના વિષે આપડે કચ કચ કરવી જોયી નય; જેવી રીતે આપડા વડવાઓમાંથી કેટલાકે કરી અને એક દુત જેને પરમેશ્વરે મોકલ્યો, એણે તેઓને મારી નાખ્યા.

11 આ બધી વાતો બીજાઓને દાખલા તરીકે થાવા હાટુ બની અને આપડે જેઓ યુગોના છેલ્લા દિવસોમાં જીવી છયી એને સેતવણી મળે ઈ હાટુ લખવામાં આવ્યું છે.

12 તો, કોય પણ વિશ્વાસી જે વિસારે છે કે, ઈ પોતાના વિશ્વાસમાં સુરક્ષિત છે ઈ હાટુ સાવધાન રેય કે, જેથી લાલસમાં આવીને પાપમાં નો પડે.

13 પણ માણસ સહન નો કરી હકે એવું કોય પરીક્ષણ તમને થાતું નથી. વળી પરમેશ્વર વિશ્વાસુ છે, ઈ તમારી તાકાત પરમાણે પરીક્ષણ તમારી ઉપર આવવા દેહે નય; પણ તમે ઈ સહન કરી હકો, ઈ હાટુ પરીક્ષણ હારે છુટકારાનો મારગ પણ રાખશે.


મૂર્તિપૂજા વિષે સેતવણી

14 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો! મૂર્તિપૂજાથી છેટા રયો.

15 હું તમને લોકોને હમજદાર હંમજીને આ કય રયો છું તમે પોતે મારી વાતો ઉપર વિસાર કરો.

16 જઈ આપડે પરભુભોજનમાં ઉપયોગ કરવામાં આવતો પ્યાલાથી દ્રાક્ષારસ પીવી છયી, જેના હાટુ આપડે પરમેશ્વરનો આભાર માની છયી, તો આપડે ખરેખર મસીહના લોહીમાં સહભાગી છયી. અને જઈ આપડે રોટલી ભાગી છયી અને એને ખાયી છયી, તો આપડે ખરેખર મસીહના દેહમાં સહભાગી છયી.

17 કેમ કે, એક રોટલી આ વાતની નિશાની છે કે, આપડે જે કાય છયી મસીહમાં એક દેહ છયી કેમ કે, આપડે બધાય એક રોટલી ખાયી છયી.

18 ઈઝરાયલ દેશના લોકોના રીવાજોને જોવો, જઈ બધાય લોકો પરમેશ્વરને સડાવેલું નીવેદ ખાય છે તો પરમેશ્વરની પૂજામાં ભાગ લેય છે. આ રીતે જે લોકો મૂર્તિઓને બલિદાન સડાવાવમાં આવેલ નીવેદ ખાય છે, તેઓ પણ ઈ મૂર્તિઓની પૂજામાં ભાગ લેય છે.

19 હું શું કેવાની કોશિશ કરી રયો છું? મૂર્તિઓ હાસા દેવતા નથી, જેની હાટુ બલિદાન કરવામાં આવે છે અને ઈ બલિદાન કાય મુલ્ય હોય છે? નય!

20 મારો કેવાનો અરથ આમ છે કે, જે વસ્તુને લોકો મૂર્તિઓને બલિદાન કરે છે તેઓ પરમેશ્વર હાટુ નથી, પણ મેલી આત્માઓ હાટુ બલિદાન કરે છે અને હું નથી ઈચ્છતો કે, તમે મેલી આત્માઓના સહભાગી થાવ.

21 તમે પરભુના પ્યાલા અને મેલી આત્માના પ્યાલા, બેમાંથી પીય નથી હકતા. તમે પરભુની મેજ અને મેલી આત્માની મેજ, બેયના સહભાગી નથી બની હક્તા.

22 તો આપડે પરભુને ખીજવયી છયી અને આપડે પરભુથી વધારે બળવાન નથી.


મસીહમાં આઝાદી

23 હા બધી વસ્તુઓ હારી છે; પણ બધી ઉપયોગી નથી. બધી વસ્તુઓ હારી છે; પણ બધી લાભની નથી.

24 બધાય આપડા નથી, પણ બીજાની ભલાયના વિષે પણ ધ્યાન રાખો.

25 જે કાય બજારમાં વેસાય છે, ઈ આત્માની દોરવણીથી કાય પણ પુછ્યા વગર ખાવ;

26 તમે ખાય હકો છો કેમ કે, પવિત્ર આત્મા કેય છે કે, “પૃથ્વી અને એમા જે કાય છે ઈ બધુય પરભુનું છે.”

27 જો કોય અવિશ્વાસી કોય તમને આમંત્રણ આપે અને તમે જાવા માગો છો, તો તમારી આગળ જે કાય પીરસવામાં આવે ઈ બુદ્ધિ ખાતર કાય પૂછ્યા વગર ખાવ.

28-29 પણ જો કોય તમને કેય છે કે, “મૂર્તિઓને ઈ નીવેદ સડાવેલું છે,” તો એને નો ખાતા, પોતાની અંતરઆત્મા થી નય, પણ એની બુદ્ધિના કારણે જેણે તમને જાણ કરી હતી કેમ કે, મારી આઝાદીને કોય બીજા માણસની બુદ્ધિ દ્વારા ન્યાય કરવો જોયી નય.

30 પણ જો હું પોતાનું નીવેદ આભાર દીધા પછી ખાવ છું (જે મૂર્તિઓને હાજર કરવામાં આવું છે) તો એની હાટુ મારી ઉપર ગુનો કેમ લગાડવામાં આવે છે, જેની હાટુ મેં પરમેશ્વર પ્રત્યે આભાર પરગટ કરયુ?

31 છેલ્લે, હું તમને ઈ કેવા માગું છું કે, તમારી ઈચ્છા હોય તો ખાવો, પીવો, અને જે કાય કરો પરમેશ્વરની મહિમા હાટુ કરો.

32-33 તમારુ જીવન એવું રાખો જેથી યહુદીઓ, બિનયહુદીઓ કે પરમેશ્વરની મંડળીને કાય નુકશાન નો થાય. તમે મારું અનુકરણ કરો. હું મારા બધાય કામોથી બધાય લોકોને રાજી કરવા માંગું છું, હું મારા સ્વાર્થનો વિસાર કરતો નથી, પણ બધાય લોકોનું ભલું કરું છું; જેથી બધાય લોકોને પરમેશ્વર બસાવે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan