1 કરિંથીઓને પત્ર 1 - કોલી નવો કરાર1 હું પાઉલ આ પત્ર લખી રયો છું હું પરમેશ્વરની ઈચ્છાથી ઈસુ મસીહનો ગમાડેલો ચેલો થાવા હાટુ બોલાવામાં આવ્યો છું, હું આયા આપડો સાથી વિશ્વાસી સોસ્થીનેસની હારે છું, જે મારી મદદ કરી રયો છે. 2 હું કરિંથી શહેરમાં પરમેશ્વરની મંડળીને અને તમને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાના લોકોની જેમ તમને મસીહ ઈસુની હારે એક મંડળી કરીને પોતાના પવિત્ર લોકોની હાટુ બોલાવ્યો છે કેમ કે એણે બીજા બધાયને ગમાડયા છે જે આપડા પરભુ ઈસુ મસીહની દરેક જગ્યાએ સેવા કરે છે. 3 હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર આપડા બાપ, અને પરભુ ઈસુ મસીહ તમારી ઉપર કૃપા કરશે અને તમને શાંતિનો અનુભવ કરાયશે. પાઉલ પરમેશ્વરનો આભાર માને છે 4 હું તમારી હાટુ પરમેશ્વરનો આભાર સદાય માનું છું, ઈ હાટુ કે, ઈ પોતે ઈસુ મસીહ દ્વારા કૃપા હોવાથી પોતાનો બોવ આશીર્વાદ આપે છે. 5 કેમ કે, ઈસુ મસીહની હારેના સબંધને લીધે તમે જ્ઞાન અને સ્વભાવથી બધાય પરકારની હમજણમાં આશીર્વાદ મેળવ્યા છે. 6 તે વિશેષ લાયકાતની વિષે જે તેઓએ તમને આપી જે તમને પ્રમાણિત કરે છે કે, મસીહના વિષે સંદેશો હાસો છે. 7 અને આ હાટુથી, પરમેશ્વરની આત્માએ તમને તેઓ બધાય વિષે લાયકાત આપે છે જેની તમારે જરૂર છે, જઈ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહને પાછા આવવાની વાટ જોવો છો. 8 પરમેશ્વર તમને છેલ્લે હુધી વિશ્વાસમાં મજબુત કરશે કે, જઈ તમે ઈ દિવસે દોષ વગરના માલુમ પડો જઈ આપડા પરભુ ઈસુ મસીહ ફરીથી જગતમાં પાછા આયશે. 9 જે પરમેશ્વરે તમને એના દીકરા આપડા પરભુ ઈસુ મસીહની સંગતમાં તેડેલા છે, ઈ વિશ્વાસ કરવાને લાયક છે. કરિંથીની મંડળીમાં ભાગલા 10 મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારામાંથી આપડા પરભુ મસીહ ઈસુના નામમાં તમને એવું કરવા આવકારૂ છું જેમ કે, એક જ વિસાર રાખીને અને એક જ હેતુની હારે એકબીજાની હારે હું એક મન અને એક મત સ્થાપિત કરવા વિનવણી કરું છું 11 મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, ક્લોએના પરિવારના લોકોએ મને બતાવ્યું છે કે, તમારા એક-બીજામાં બાધણા થય રયા છે. 12 હવે મારો કેવાનો અરથ ઈ છે કે, તમારામાંથી કોય તો પોતાની જાતને કેય છે કે, “હું પાઉલની હારે.” કા “હું આપોલસની હારે,” કા “હું પિતરની હારે,” કા “હું મસીહની હારે સેવક છું” 13 ઈ હાટુ નથી કે, મસીહ એકતામાં ભાગલા પડે. ઈ પાઉલ નોતો જે પોતાની હાટુ વધસ્થંભ ઉપર મરી ગયો. તમને પાઉલના નામમાં જળદીક્ષા પણ નોતી આપી. 14 હું પરમેશ્વરનો આભાર માનું છું કે, બે ભાઈઓ એટલે ક્રિસ્પસ અને ગાયસને મુકીને, મે તમારામાંથી કોયને પણ જળદીક્ષા નથી આપી. 15 જેથી કોય પણ એમ નથી કય હકતા કે, તમે મારા નામે જળદીક્ષા પામ્યા છો. 16 હવે મને યાદ આવ્યું, મેં સ્તેફનાસના પરિવારને પણ જળદીક્ષા આપી છે પણ એની સિવાય બીજા કોયને જળદીક્ષા આપી હોય, એનું મને ધ્યાનમાં નથી. 17 કેમ કે, મસીહે મને જળદીક્ષા આપવાને નય, પણ હારા હમાસાર હંભળાવવા હાટુ મોકલ્યો છે, જઈ હું શિક્ષણ હંભળાવું છું, તો હું બોલવામાં પોતાની આવડતનો ઉપયોગ નથી કરતો. ક્યાક એમ નો થાય કે, મસીહનું વધસ્થંભ ઉપરનું મોત નકામું જાય. મસીહ-પરમેશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય 18 જઈ લોકો ઈ સંદેશો હાંભળે છે કે, મસીહ વધસ્થંભ ઉપર મરી ગયા છે, તો તેઓમાંથી થોડાક વિસારે છે કે, ઈ સંદેશો બેકાર છે. આ રીતે વિચારવા વાળા લોકો તેઓ છે જે નરક તરફ જય રયા છે, પણ આપણી હાટુ જે ઈ સંદેશાને માનતા હતા, ઈ લોકોને એના સામર્થ્યથી બસાવવાનું પરમેશ્વરનો તરીકો છે. 19 કેમ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, “હું જ્ઞાનીઓની હમજણનો નાશ કરય અને બુદ્ધિશાળીઓની બુદ્ધિને નકામી કરય.” 20 તો પછી, આપણે બુદ્ધિશાળી લોકોના વિષે શું કય હકી છયી? યહુદી નિયમના શિક્ષકો વિષે આપડે શું કય હકી છયી? આપડે જગતમાં એવા લોકોના વિષે શું કય હકી છયી જે બોલવામાં સાલાક છે? પરમેશ્વરે ઈ બધાયને મુરખા બનાવી દીધા છે અને પોતાની બુદ્ધિને નકામી દેખાડી છે. 21 કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે. 22 ઈ યહુદી લોકો પાકી ખાતરી કરવા હાટુ સમત્કારીક નિશાની માગે છે અને બિનયહુદી લોકો જ્ઞાન ગોતે છે. 23 પણ આપડે વધસ્થંભ ઉપર જડાયેલા મસીહને પરગટ કરી છયી, જે યહુદીઓ હાટુ ઠોકરનું કારણ છે અને બિનયહુદીઓ હાટુ મુરખતા છે. 24 પણ જેઓને પરમેશ્વરે તેઓના લોકો થાવા હાટુ બોલાવ્યા છે, શું યહુદી કે, શું બિનયહુદીઓ; આજ મસીહ પરમેશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય છે. 25 પરમેશ્વરની ઈ મુરખતાભરી યોજના માનવ યોજનાઓમાં બધાય બુદ્ધિશાળીથી હમજદાર છે, અને પરમેશ્વરની નબળાય માણસની બધાયથી મોટી તાકાતથી ક્યાય વધારે મજબુત છે. 26 મારા વાલા ભાઈઓ અને બહેનો યાદ રાખો કે, જીવનમાં તમારી દશા કેવી હતી જઈ પરમેશ્વરે તમને મસીહના પરમાણે કરવા હાટુ બોલાવ્યા હતા. માણસાયની રીત પરમાણે, તમારામાંથી કેટલાય બુદ્ધિશાળી નોતા, અને તમારામાંથી કેટલાય વડવાઓ નોતા 27 જ્ઞાનીઓને શરમાવા હાટુ પરમેશ્વરે તેઓને ગમાડયા, જે જગતની નજરમાં મુરખા છે, અને તાકાતવારને શરમાવા હાટુ તમને, જે જગતની નજરમાં નબળા છે. 28 પરમેશ્વરે તેઓને ગમાડયા, જે જગતની નજરમાં નીસા છે, તુચ્છકારે છે અને જે છે ઈ નથી એને નકામાં કરી દેય, જે મહત્વનું હંમજાય છે. 29 પરમેશ્વરે એવું કરયુ કે, કોય પણ માણસ પરમેશ્વરની હામે અભિમાન નો કરે. 30 પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે. 31 કેમ કે, મસીહ આપડુ બધુય છે, જેવું કે, શાસ્ત્ર કેય છે કે, જે અભિમાન કરે ઈ પરભુમાં અભિમાન કરે છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation