ગીતશાસ્ત્ર 99 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019વિશ્વના રાજાધિરાજ 1 યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો. 2 યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે. 3 તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે. 4 રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો. 5 આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે. 6 તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો. 7 તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા. 8 હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો. જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા. 9 આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.