ગીતશાસ્ત્ર 67 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019પ્રભુનો જયજયકાર મુખ્ય ગવૈયાને માટે. તારવાળાં વાજાં સાથે ગાવાને. ગીત; ગાયન. 1 ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો. 2 જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય. 3 હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. 4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ 5 હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે. 6 પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે. 7 ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.