ગીતશાસ્ત્ર 53 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019માણસોની દુષ્ટતા ગી.શા. 14 મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ. દાઉદનું માસ્કીલ. 1 મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે; ભલું કરનાર કોઈ નથી. 2 સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશમાંથી મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી. 3 તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ. 4 શું ખોટું કરનારને કંઈ સમજણ નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી. 5 જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે. 6 સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે! જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે, ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.