ગીતશાસ્ત્ર 43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019વતનની ઝંખના 1 હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; 2 કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું? 3 તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં અને તમારા મુલાકાતમંડપમાં લાવે. 4 પછી હું ઈશ્વરની વેદી પાસે, ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ; હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ. 5 હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે તે મારા મદદગાર તથા મારા ઈશ્વર છે, તેમનું સ્તવન હું હજી કરીશ. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.