ગીતશાસ્ત્ર 13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019મદદ માટે પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. 1 હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો? 2 આખો દિવસ મારા હૃદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર ચઢી વાગશે? 3 હે યહોવાહ, મારા ઈશ્વર, ધ્યાન આપીને મને ઉત્તર આપો! મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું. 4 રખેને મારો શત્રુ એમ કહે કે, “મેં તેને હરાવ્યો છે,” જેથી તે એમ પણ ન કહે કે, “મેં મારા દુશ્મનો પર વિજય મેળવ્યો છે;” નહિ તો, જ્યારે હું પડી જાઉં, ત્યારે મારા શત્રુઓ આનંદ કરે. 5 પણ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમે કરેલા ઉદ્ધારમાં મારું હૃદય હર્ષ પામે છે. 6 યહોવાહની આગળ હું ગાયન ગાઈશ, કારણ કે તે મારા પર કૃપાવાન થયા છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.