ગીતશાસ્ત્ર 125 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019પ્રભુના શરણમાં સલામતી ચઢવાનું ગીત. 1 જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે. 2 જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે. 3 દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય. 4 હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો. 5 પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.