ગીતશાસ્ત્ર 122 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019યરુશાલેમનું મહિમાગીત ચઢવાનું ગીત; દાઉદનું. 1 જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો. 2 હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા. 3 યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે. 4 ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે. 5 કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે. 6 યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો. 7 તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. 8 મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.” 9 આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.