ગીતશાસ્ત્ર 113 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019પ્રભુની ભલાઈનાં ગુણગાન 1 યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો. 2 યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ. 3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો. 4 યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે. 5 આપણા ઈશ્વર યહોવાહ જેવા કોણ છે? જે ઉચ્ચસ્થાનમાં બેઠા છે. 6 આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે કોણ જુએ છે? 7 તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે. 8 જેથી તે અમીરો સાથે એટલે પોતાના રાજકુમારો સાથે બેસનાર થાય. 9 તે નિઃસંતાન સ્ત્રીને ઘર આપે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાહની સ્તુતિ કરો. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.