ગીતશાસ્ત્ર 110 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019અભિષિક્ત રાજા દાઉદનું ગીત. 1 યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.” 2 યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; તારા શત્રુઓ પર રાજ કર. 3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે. 4 યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: તમે મલ્ખીસદેકના ધોરણે, સદાને માટે યાજક છો.” 5 પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે. 6 તે દેશોનો ન્યાય કરશે; તે ખીણોને મૃતદેહોથી ભરશે; તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે. 7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.