યશાયા 20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019મિસર તથા કૂશ માટે નગ્ન પ્રબોધકની નિશાની 1 આશ્શૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે વર્ષે સેનાધિપતિ આશ્દોદ આવ્યો અને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું. 2 તે જ સમયે યહોવાહે આમોસના દીકરા યશાયાની મારફતે કહ્યું કે, “જા અને તારી કમર પરથી ટાટ ઉતાર અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” તેણે એ પ્રમાણે કર્યુ, તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો. 3 યહોવાહે કહ્યું, “મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે” 4 તેમ આશ્શૂરનો રાજા મિસરના બંદીવાનોને તથા કૂશના પ્રવાસીઓને, જુવાનો તથા વડીલોને, ઉઘાડે શરીરે તથા પગે, નિર્વસ્ત્ર અવસ્થામાં મિસરને લાજ લાગે એવી રીતે લઈ જશે. 5 તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે. 6 તે દિવસે આ કાંઠાના રહેવાસીઓ કહેશે કે, “નિશ્ચિત, આપણી આશાનો સ્રોત, જ્યાં આશ્શૂરના રાજાથી છૂટકો પામવા સહાયને માટે દોડતા હતા, તેની આ દશા છે; તો આપણે કેવી રીતે બચીશું?” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.