Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સફાન્યા 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પશ્ચાતાપને માટે વિનંતી

1 હે બેશરમ પ્રજા, હુકમનો અમલ થઈ જાય, તમે ઊડી જતા ભૂસાના જેવા થઈ જાઓ, યહોવાનો સખત ક્રોધ તમારા પર આવે, યહોવાના કોપનો દિવસ તમારા પર આવી પડે,

2 તે પહેલાં તમે એકત્ર થાઓ, હા, એકત્ર થાઓ.

3 હે પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાના હુકમનો અમલ કર્યો છે, માટે તમે તેને શોધો. નેકી [નો માર્ગ] શોધો, નમ્રતા શોધો : કદાચ યહોવાના કોપને દિવસે તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે.


ઇઝરાયલની આસપાસની પ્રજાઓ પર આફત

4 કેમ કે ગાઝાને તજી દેવામાં આવશે, ને આશ્કલોન વેરાન થઈ જશે. આશ્દોદને તેઓ ખરે બપોરે હાંકી કાઢશે, ને એક્રોનને ઉખેડી નાખવામાં આવશે.

5 સમુદ્રકાંઠે રહેનારા કરેથીઓની પ્રજાને અફસોસ! હે પલિસ્તીઓના દેશ કનાન, યહોવાનું વચન તારી વિરુદ્ધ છે. “હું તારો એવો નાશ કરીશ કે એકે માણસ તારામાં વસશે નહિ.”

6 સમુદ્રકાંઠે બીડો થઈ જશે, ને ત્યાં ભરવાડોનાં ઝૂંપડાં તથા ઘેટાંબકરાંના વાડા થશે.

7 [સમુદ્ર] કાંઠે યહૂદાના વંશજોના બચેલાઓને માટે થશે. તેઓ તેમાં [પોતાનાં ઘેટાંબકરાં] ચારશે; તેઓ સાંઝે આશ્કલોનના ઘરોમાં સૂઈ રહેશે; કેમ કે તેમના ઈશ્વર યહોવા તેમની ખબર રાખીને તેમની ગુલામગીરી ફેરવી નાખશે.

8 [પ્રભુ કહે છે,] “મોઆબ [ના રહેવાસીઓએ] મારા લોકોને મહેણાં માર્યાં છે તથા આમ્મોનીઓએ નિંદા કરીને મહેણાં માર્યાં છે, ને તેમની સીમા દબાવીને તેઓએ પોતા [ના મુલક] નો વિસ્તાર વધાર્યો છે, એ બાબતો મેં સાંભળી છે.”

9 એથી ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવા, કહે છે, “મારા જીવના સમ, નિશ્ચે મોઆબ સદોમની જેમ તથા આમ્મોનીઓ ગમોરાની જેમ ઝાંખરાંના તથા મીઠાના અગરના તથા સદાના ઉજ્જડપણાના કબજામાં રહેશે. મારા બાકી રહેલા લોકો તેમને લૂંટી લેશે, ને મારી પ્રજાના બચેલા માણસો તેમનો વારસો લેશે.

10 તેઓના ગર્વને લીધે તેઓને એ [શિક્ષા] થશે, કેમ કે તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાની પ્રજાને મહેણાં માર્યાં છે, ને તેમની આગળ બડાઈ મારી છે.

11 યહોવા તેમને ભયંકર થઈ પડશે, કેમ કે તે પૃથ્વીના સર્વ દેવોનો ક્ષય કરશે. માણસો પોતપોતાને સ્થાનેથી, હા, સર્વ દ્વીપોની પ્રજાઓ તેમને ભજશે.

12 તમે કૂશીઓ પણ પ્રભુની તરવારથી કતલ થશો.

13 તે પોતાનો હાથ ઉત્તરના પ્રદેશની વિરુદ્ધ લંબાવીને આશૂરનો નાશ કરશે; અને નિનવેને વેરાન તથા રણના જેવું ઉજ્જડ કરી મૂકશે.

14 ઢોરઢાંક, એટલે અન્ય પ્રજાઓનાં સર્વ પશુઓ, તેમાં પડી રહેશે. બગલાં તથા શાહુડીઓ તેના [પડેલા સ્તંભોનાં] મથાલાં મધ્યે રહેશે. [તેમના] સ્વરનુમ ગાયન બારીઓમાં સંભળાશે. ઉંબરાઓ ઉજ્જડ થઈ જશે, કેમ કે તેણે એરેજકાષ્ટનું કામ ઉઘાડું કરી નાખ્યું છે.

15 જે આનંદી નગર નિશ્ચિત રહેતું હતું, ને પોતાના મનમાં કહેતું હતું, ‘હું જ છું, ને મારા સિવાય બીજું કોઈ નથી, ’ તે કેવુમ વેરાન તથા પશુઓને પડી રહેવાનું સ્થાન થઈ પડયું છે! તેની પાસે થઈને જનાર દરેક માણસ ફિટકાર કરશે, ને [તિરસ્કારસહિત] પોતાનો હાથ હલાવશે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan