Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઝખાર્યા 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


વડા યાજક વિષે સંદર્શન

1 પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દૂત આગળ ઊભો રહેલો, અને તેને જમણે હાથે તેના વૈરી તરીકે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડયો.

2 યહોવાએ શેતાનને કહ્યું, “હે શેતાન, યહોવા તને ધમકાવે; હા, યરુશાલેમને પસંદ કરનાર યહોવા તને ધમકાવે. શું એ અગ્નિમાંથી ખેંચી લીધેલું ખોયણું નથી?”

3 યહોશુઆ તો મેલાં વસ્ત્ર પહેરીને દૂત આગળ ઊભેલો હતો.

4 દૂતે એની આગળ ઊભેલાઓને કહ્યું કે, “એનાં અંગ પરથી મેલાં વસ્ત્ર કાઢી નાખો.” દૂતે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે, ને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ.”

5 દૂતે તેઓને કહ્યું, “તેને માથે સુંદર પાઘડી મૂકો.” તેથી તેઓએ તેને માથે સુંદર પાઘડી મૂકી, ને તેને વસ્ત્રો પહેરાવ્યાં: [તે વખતે] યહોવાનો દૂત પાસે ઊભો હતો.

6 યહોવાના દૂતે યહોશુઆને પ્રતિ કરીને કહ્યું,

7 “સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘જો તું મારા માર્ગોમાં ચાલશે, ને જો તું મારી આ ઓ પાળશે, તો તું મારા ઘરનો ન્યાય કરનાર પણ થશે, ને મારાં આંગણાં પણ સંભાળશે, ને હું તને આ પાસે ઊભેલાઓની મધ્યે જવા આવવાની છૂટ આપીશ.’

8 હે પ્રમુખ યાજક યહોશુઆ, તું તથા તારી આગળ બેસનાર તારા સાથીઓ, હવે સાંભળો; કેમ કે તે માણસો અચંબારૂપ છે; કેમ કે જુઓ, મારો સેવક જે અંકુર [કહેવાય છે] તેને હું પ્રગટ કરીશ.

9 કેમ કે, જે શિલા મેં યહોશુઆ આગળ મૂકી છે, તે જુઓ. એક શિલાને સાત આંખ છે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જુઓ, હું તેના પર કોતરણી કોતરીશ, ને હું તે દેશનો અન્યાય એક દિવસમાં નિવારીશ.’

10 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘તે દિવસે તમો સર્વ પોતપોતાના પડોશીઓને દ્રાક્ષાવેલા નીચે તથા અંજીરીઓ નીચે બોલાવશો.’”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan