Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રૂથ 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


બોઆઝ રૂથ સાથે લગ્ન કરે છે

1 હવે બોઆઝ [ગામને] દરવાજે જઈને બેઠો; તો જુઓ, નજીકના સગા વિષે બોઆઝ બોલ્યો હતો તે ત્યાં આવી પહોંચ્યો. તેને તેણે કહ્યું, “અરે ફલાણા! આ બાજુ આવીને અહીં બેસ.” એટલે તે બાજુએ ફરીને ત્યાં બેઠો.

2 અને તેણે નગરના વડીલોમાંથી દશ માણસોને બોલાવીને તેઓને કહ્યું, “અહીં બેસો” એટલે તેઓ બેઠા.

3 પછી તેણે પેલા નજીકના સગાને કહ્યું, “નાઓમી જે મોઆબ દેશમાંથી પાછી આવી છે તે આપણા ભાઈ અલીમેલેખવાળી જમીનનો ભાગ વેચે છે.

4 અને મને એવો વિચાર આવ્યો કે, એ વાત તને જાહેર કરવી, અને જે અહીં બેઠેલા છે તેઓની આગળ તથા મારા લોકના વડીલોની આગળ તું તે ખરીદ કર, એમ તને કહેવું. જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ; પણ જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ; પણ જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને તેમ કહે કે મને સૂઝ પડે; કેમ કે તેને છોડાવવાને તારા વગર બીજો કોઈ નથી; અને તારા પછી હું છું.” ત્યારે તેણે કહ્યું, “હું તેને છોડાવીશ.”

5 ત્યારે બોઆઝે કહ્યું, “તું નાઓમીની પાસેથી એ ખેતર ખરીદે, તે જ દિવસે તારે મરનારની વિધવા રૂથ મોઆબણની સાથે લગ્ન કરવું પડશે કે, મરનારના વતન ઉપર તેનું નામ કાયમ રહે.”

6 ત્યારે તે નજીકના સગાએ કહ્યું, “હું મારે માટે તે છોડાવી શક્તો નથી, કેમ કે એથી રખેને હું મારા પોતાના વતનને ખલેલ પહોંચાડું. મારો છોડાવવાનો જે હક છે તે તું ધારણ કર, કેમ કે હું તે છોડાવી શક્તો નથી.”

7 હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં છુટકારો કરવાનું તથા વેચવાસાટવાનું દરેક કામ નક્‍કી કરવાને માટે એવો [રીવાજ] હતો કે એક માણસ પોતાનો પગરખું કાઢીને પોતાના પડોશીને આપતો; ઇઝરાયલમાં કરાર કરવા [ની રીત] એ હતી.

8 તેથી પેલા નજીકના સગાએ બોઆઝને કહ્યું, “તારે પોતાને માટે તું તે ખરીદ.” અને તેણે પોતાના પગરખાં કાઢ્યા.

9 અને બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, “અલીમેલેખનું અને કિલ્યોનનું તથા માહલોનનું જે કંઈ હતું તે સર્વ મેં નાઓમી પાસેથી ખરીદ્યું છે, તે બાબતના તમે આજે સાક્ષી છો.

10 વળી મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા માટે મેં માહલોનની પત્નીને, એટલે રૂથ મોઆબણને, મારી પત્ની થવા માટે ખરીદી છે, જેથી મરનારનું નામ તેના ભાઈઓથી, તથા તેના ગામની ભાગળમાંથી નષ્ટ ન થાય; તમે આજે સાક્ષી છો.”

11 અને દરવાજામાંના સર્વ લોકોએ તથા વડીલોએ કહ્યું, “અમે સાક્ષી છીએ. યહોવા કરો ને જે સ્‍ત્રી તારા ઘરમાં આવે છે તે, રાહેલ તથા લેઆ કે જે બેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું તેઓના જેવી થાય. તું એફ્રાથામાં સુખી થા, ને બેથલેહેમમાં નામાંકિત થા;

12 વળી આ જુવાન સ્‍ત્રીથી યહોવા તને જે ફરજંદ આપશે, તેથી તારું ઘર જેવું થાઓ.”


બોઆઝ અને તેનાં વંશજો

13 આ પ્રમાણે બોઆઝ રૂથને પરણ્યો, ને તે તેની પત્ની થઈ. તે તેની પાસે ગયો, ને યહોવાની કૃપાથી તે ગર્ભ રહ્યો, ને તેને પુત્રનો પ્રસવ થયો.

14 સ્‍ત્રીઓએ નાઓમીને કહ્યું, “યહોવાને ધન્ય હો, જેમણે આજે તને નજીકના સગા વગરની રહેવા દીધી નથી. તેનું નામ ઇઝરાયલમાં વિખ્યાત થાઓ.

15 તે તારા જીવને તાજગી આપનાર તથા ઘડપણમાં તારી ચાકરી કરનાર થશે; કેમ કે તારા પુત્રની પત્ની જે તારા પર પ્રેમ રાખે છે, જે તને સાત દીકરા કરતાં પણ વધારે છે, તેણે તેને જન્મ આપ્યો છે.”

16 અને નાઓમીએ તે બાળકને લઈને પોતાની ગોદમાં મૂક્યું, ને તેનું જતન કરતી.

17 અને નાઓમીને છોકરો અવતર્યો છે એમ કહીને તેની પડોશણોએ તેનું નામ પાડ્યું. તેઓએ તેનું નામ ઓબેદ પાડ્યું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા હતો.

18 હવે પેરેસની વંશાવળી નીચે પ્રમાણે છે: પેરેસથી હેસ્‍ત્રોન થયો;

19 અને હેસ્‍ત્રોનથી રામ થયો, રામથી આમિનાદાબ થયો;

20 આમિનાદાબથી નાહશોન થયો. નાહશોનથી સલ્મોન થયો;

21 સલ્મોનથી બોઆઝ થયો, બોઆઝથી ઓબેદ થયો,

22 અને ઓબેદથી યિશાઈ થયો, ને યિશાઈથી દાઉદ થયો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan