રોમનોને પત્ર 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)વ્યક્તિગત સલામ 1 વળી આપણી બહેન ફેબી જે કિંખ્રિયામાંની મંડળીની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે, 2 સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો સ્વીકાર કરો, અને જે જે બાબતોમાં તેને તમારી [મદદની] જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો. કેમ કે તે પોતે જ ઘણાને તથા મને પોતાને પણ સહાય કરનાર થઈ છે. 3 ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો. 4 તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહિ, પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને છે. 5 વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને માટે આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો. 6 મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો. 7 મારા સગા તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિક્સ તથા જુનિયાસને સલામ કહેજો; તેઓ પ્રેરિતોમાં નામીચા છે, અને મારાથી અગાઉ ખ્રિસ્તમાં આવેલા છે. 8 પ્રભુમાં મારા વહાલા આંપ્લિયાતસને સલામ કહેજો. 9 ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલા સ્તાખુસને સલામ કહેજો. 10 ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરીસ્તોબુલસના ઘરનાંને સલામ કહેજો. 11 મારા સગા હેરોદિયોનને સલામ કહેજો. નાર્કીસસના ઘરમાંનાં જેઓ પ્રભુમાં છે તેઓને સલામ કહેજો. 12 પ્રભુમાં મહેનત કરનારીઓ ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો. વહાલી પેર્સિસ જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો. 13 પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો. 14 આસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને, અને તેઓની સાથે બીજા જે ભાઈઓ છે, તેઓને સલામ કહેજો. 15 ફિલોલોગસને તથા જુલિયાને, નેરીઅસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો. 16 પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તની સર્વ મંડળીઓ તમને સલામ કહે છે. છેલ્લી સૂચનાઓ 17 હવે, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળે છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ભાગલા પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો. 18 કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે. 19 પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, અને તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું. અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, અને ભૂંડી બાબતો વિષે ભોળા હો. 20 શાંતિદાતા ઈશ્વર, શેતાનને વહેલો તમારા પગ નીચે છૂંદી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન. 21 મારો સાથી કામદાર તિમોથી, અને મારા સગા લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે. 22 હું, આ પત્ર લખી આપનાર તેર્તિયુસ, પ્રભુમાં તમને સલામ કહું છું. 23 મારો તથા આખી મંડળીનો યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ કવાર્તસ તમને સલામ કહે છે. [ 24 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન.] છેલ્લે સ્તુતિરૂપ પ્રાર્થના 25 હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે, અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે, 26 તે [મર્મ] ના પ્રકટીકરણ પ્રમાણે, મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દઢ કરવાને જે શક્તિમાન છે, 27 તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્તદ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન. ?? ?? ?? ?? 1 |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India