ગીતશાસ્ત્ર 99 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)વિશ્વના રાજાધિરાજ 1 યહોવા રાજ કરે છે; લોકો કાંપો; તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી ડગી જાઓ. 2 યહોવા સિયોનમાં મોટા છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે. 3 તેઓ તમારા મહાન તથા ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે. 4 વળી રાજાનું સામર્થ્ય ઇનસાફને ચાહે છે; તમે ન્યાયને સ્થાપન કરો છો, તમે યાકૂબમાં ઇનસાફ તથા ન્યાયીપણું કરો છો. 5 તમે આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, અને તેમના પાયાસન પાસે ભજન કરો; તે પવિત્ર છે. 6 તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને, અને તેમના નામને અરજ કરનારામાં શમુએલે પણ, યહોવાને અરજ કરી, અને તેમણે ઉત્તર આપ્યો. 7 મેઘસ્તંભમાંથી તે તેઓની સાથે બોલ્યા; તેઓએ તેમનાં સાક્ષ્યો તથા તેમણે જે વિધિ તેઓને આપ્યો તે પાળ્યાં. 8 હે યહોવા, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપ્યો; જો કે તમે તેઓનાં કામનો બદલો વાળ્યો, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે હતા. 9 આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, તેમના પવિત્ર પર્વત પર ભજન કરો; કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India