Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 87 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


આશીર્વાદિત સિયોનનગર
કોરાના દીકરાઓનું ગીત; ગાયન.

1 નગરનો પાયો પવિત્ર પર્વતો પર છે.

2 યાકૂબનાં સર્વ રહેઠાણ કરતાં સિયોનના દરવાજા યહોવાને પ્રિય લાગે છે.

3 હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. (સેલાહ)

4 રાહાબ તથા બાબિલ મને જાણનારાઓમાં છે એવું હું જાહેર કરીશ; પલિસ્તી દેશ, તૂર તથા કૂશને પણ જુઓ; આનો જન્મ ત્યાં થયો.

5 વળી સિયોન વિષે કહેવાશે, “આ માણસનો તથા પેલા માણસનો જન્મ તેમાં થયો; પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”

6 યહોવા લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” (સેલાહ)

7 વળી ગાનારા તેમ જ નાચનારા [કહેશે] , “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan