Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 82 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વર સર્વોપરી શાસક
આસાફનું ગીત.

1 દેવની સભામાં ઈશ્વર ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.

2 તમે ક્યાં સુધી ગેરઈનસાફ કરશો, અને દુષ્ટોનું મોં રાખશો? (સેલાહ)

3 અબળ તથા અનાથનો ન્યાય કરો; દુ:ખિત તથા લાચારને ઇનસાફ આપો.

4 અશક્ત તથા દરિદ્રીનો છૂટકો કરો; દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવો.

5 તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી; તેઓ અંધારામાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.

6 મેં કહ્યું, “તમે દેવો છો, અને તમે સર્વ પરાત્પરના દીકરા છો.”

7 તોપણ તમે માણસની જેમ મરશો, અને કોઈ એક સરદારની જેમ પડશો.

8 હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો; કેમ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan