ગીતશાસ્ત્ર 81 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પર્વનું ગીત મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું [ગીત]. 1 ઈશ્વર જે આપણું સામર્થ્ય છે તેમની આગળ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વરની આગળ હર્ષનાદ કરો. 2 ગીત ચઢાવો, ઢોલક તથા સિતાર મધુર વીણા સહિત વગાડો. 3 ચંદ્રદર્શન તેમ પૂનમને સમયે, એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો. 4 કેમ કે [એમ કરવું] એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો ઠરાવ છે. 5 તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં [ત્યાં] સાંભળી. 6 મેં તેના ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ ટોપલાથી છૂટા થયા. 7 સંકટમાં તેં પોકાર કર્યો, એટલે મેં તને છોડાવ્યો; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તને ઉત્તર આપ્યો; મરીબાનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. (સેલાહ) 8 હે મારા લોકો, સાંભળો, હું તમારી આગળ સાક્ષી પૂરીશ; હે ઇઝરાયલ, જો તું મારું સાંભળે તેઓ કેવું સારું! 9 તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ. 10 તને મિસર દેશમાંથી કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું; તારું મુખ ઉઘાડ, એટલે તે હું ભરીશ. 11 પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મને ચાહ્યો નહિ. 12 માટે મેં તેઓને તેમનાં હ્રદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે, તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે. 13 મારા લોકો મારું સાંભળે, અને ઇઝરાયલ મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું! 14 તો તેઓના શત્રુઓને હું જલદી નમાવું, અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું. 15 યહોવાના દ્વેષીઓ તેને તાબે થાય; પણ તેઓનો સમય સદાકાળ ટકી રહે. 16 વળી હું ઉત્તમ ઘઉં તેઓને ખવાડું; અને ખડકમાંના મધથી હું તને તૃપ્ત કરું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India