Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 76 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ન્યાયી ઈશ્વર
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન.

1 યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.

2 વળી સાલેમમાં તેમનો મંડપ છે, અને સિયોનમાં તેમનું નિવાસસ્થાન છે.

3 ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં; ઢાલ, તરવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. (સેલાહ)

4 સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન [તથા] ઉત્તમ છો.

5 જેઓ શૂરવીર છે તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે; અને પરાક્રમીઓમાંના કોઈના હાથથી કંઈ પણ થઈ શક્યું નથી.

6 હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ તથા ઘોડો બન્ને ભરનિદ્રામાં પડેલા છે.

7 તમે, એકલા તમે જ ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી દષ્ટિ આગળ કોણ ટકી શકે?

8 તમે આકાશમાંથી તમારો નિર્ણય સંભળાવી દીધો છે;

9 ઇનસાફ કરવાને, પૃથ્વીના સર્વ રંકોને તારવાને ઈશ્વર ઊઠ્યા, ત્યારે પૃથ્વી ભયભીત થઈને છાની રહી. (સેલાહ)

10 ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.

11 તમારા ઈશ્વર યહોવાની માનતા લઈને પૂરી કરો; તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.

12 તે સરદારોનું અભિમાન ઉતારશે, પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan