ગીતશાસ્ત્ર 70 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સહાય માટે પ્રાર્થના ( ગી.શા. ૪૦:૧૩-૧૭ ) મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. 1 હે ઈશ્વર, મને છોડાવવાને [ઉતાવળ કરો] ; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો. 2 જેઓ મારો જીવ લેવા મથે છે, તેઓ ફજેત થઈને અસ્તવ્યસ્ત થઈ જાઓ. જેઓ મારું ભૂંડું ઇચ્છે છે, તેઓ પાછા ફરીને અપમાન પામો. 3 જેઓ “આહા! આહા!” કહે છે, તેઓ પાછા હઠો, અને નાસીપાસ થાઓ. 4 તમારા સર્વ શોધનારા હરખાઓ, અને તમારામાં આનંદ કરો! “ઈશ્વર મોટા મનાઓ!” એવું તમારા તારણના ઇચ્છનારાઓ સદા બોલો. 5 પરંતુ હું દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે આવવાને ઉતાવળ કરો; તમે મારા સહાયકારી તથા મને બચાવનાર છો; હે યહોવા, વિલંબ ન કરો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India