ગીતશાસ્ત્ર 61 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)રક્ષણ માટે પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવા માટે. દાઉદનું (ગીત). 1 હે ઈશ્વર, મારી અરજ સાંભળો; મારી પ્રાર્થના પર કાન ધરો. 2 મારું હ્રદય વ્યાકુળ થશે, ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ; જે ખડક પર હું મારી જાતે ચઢી શકતો નથી તે પર તમે મને લઈ જજો. 3 કેમ કે તમે મારા આશ્રય છો, મારા વૈરી સામે મારો મજબૂત બુરજ છો. 4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોને આશ્રયે હું રહીશ. (સેલાહ) 5 કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; તમારા ભક્તોને તમે વારસો આપ્યો છે. 6 તમે રાજાનું આયુષ્ય વધારશો; તેમનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે. 7 તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેમનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો. 8 તો દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને માટે હું સદા તમારા નામનું સ્તવન કરીશ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India