Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સંકટ સમયે સહાયની પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત.

1 હે યહોવા, તમારા કોપમાં મને ન ધમકાવો, અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો.

2 હે યહોવા, મારા પર દયા રાખો, કેમ કે હું સુકાઈ ગયો છું. હે યહોવા, મને સાજો કરો; કેમ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.

3 મારો જીવ પણ બહુ મૂંઝાયો છે; પણ, હે યહોવા, તે ક્યાં સુધી?

4 હે યહોવા, પાછા આવો, મારા જીવને બચાવો; તમારી કૃપાને લીધે મારું તારણ કરો.

5 કેમ કે મરણાવસ્થામાં તમારું સ્મરણ થતું નથી. શેઓલમાં તમારી આભારસ્તુતિ કોણ કરશે?

6 હું નિસાસા નાખીને થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.

7 રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે. મારા સર્વ‍ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.

8 હે દુષ્કર્મીઓ, તમે બધા મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.

9 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે. યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે.

10 મારા સર્વ શત્રુઓ લજવાશે તથા બહુ પીડા પામશે. તેઓ પાછા ફરશે, તથા ઓચિંતા લજવાશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan