ગીતશાસ્ત્ર 54 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)શત્રુઓથી બચાવ માટે પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું, “શું, દાઉદ અમારે ત્યાં સંતાઈ રહેલો નથી?” તે વખતનું. 1 હે ઈશ્વર, તમારે નામે મને બચાવો, અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો. 2 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો. 3 કેમ કે પરદેશીઓ મારી સામે ઊઠયા છે, અને જુલમગારો મારો જીવ લેવા મથે છે. તેઓ ઈશ્વરની દરકાર કરતા નથી. (સેલાહ) 4 મને સહાય કરનાર ઈશ્વર છે; પ્રભુ જ મારા પ્રાણાધાર છે. 5 તે મારા વૈરીઓને ભૂંડાઈનો બદલો આપશે; તમારા સત્ય [વચન] પ્રમાણે તેઓનો નાશ કરો. 6 હું રાજીખુશીથી તમને યજ્ઞાર્પણ કરીશ; હે યહોવા, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે સારું છે. 7 કારણ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; અને [મારી ઇચ્છા] પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India