ગીતશાસ્ત્ર 47 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સર્વોપરી શાસક મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. 1 હે સર્વ લોકો, તાળી પાડો; જયજયકારના નાદથી ઈશ્વરની આગળ આનંદ કરો. 2 કેમ કે પરાત્પર યહોવા ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે. 3 તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે. 4 તેમણે આપણે માટે આપણો વારસો, એટલે પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા, પસંદ કરી. (સેલાહ) 5 ઈશ્વર [વિજયના] પોકારસહિત, યહોવા રણશિંગડાના અવાજસહિત, ચઢી ગયા છે. 6 ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ. 7 કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સુંદર ગીત રચીને સ્તોત્ર ગાઓ. 8 ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજે છે. 9 લોકોના સરદારો એકત્ર થયા છે, ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સંગાથે [તેઓ એકત્ર થયા છે] ; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે ઘણા મોટા મનાએલા છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India