Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


માણસની દુષ્ટતા
મુખ્ય ગવૈયાને માટે. યહોવાના સેવક દાઉદનું [ગીત].

1 દુષ્ટનું ઉલ્લંઘન મારા હ્રદયમાં કહે છે કે, તેની દષ્ટિમાં ઈશ્વરનું ભય છે જ નહિ.

2 કેમ કે તે પોતાના મનમાં અહંકાર કરે છે, “મારો અન્યાય પ્રગટ કરવામાં આવશે નહિ અને મારો ધિક્કાર થશે નહિ.”

3 તેના મુખના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે. તેણે ડાહ્યા થવાનું [તથા] ભલું કરવાનું છોડી દીધું છે.

4 તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે; ખરાબ માર્ગમાં તે ઊભો રહે છે. તે ભૂંડાઈથી કંટાળતો નથી.

5 હે યહોવા, તમારી કૃપા આકાશ સુધી ફેલાયેલી છે; અને તમારું વિશ્વાસુપણું વાદળાં સુધી છે.

6 તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું [અચળ] છે, તમારાં ન્યાયકૃત્યો ઘણાં ગહન છે, હે યહોવા, તમે માણસનું તથા પશુનું રક્ષણ કરો છો.

7 હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે! અને મનુષ્યો તમારી પાંખોની છાયાનો આશ્રય લે છે.

8 તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે; અને તમારાં સુખોની નદીમાંથી તેઓ પીશે.

9 કેમ કે જીવનનો ઝરો તમારી પાસે છે; તમારા અજવાળામાં અમે અજવાળું જોઈશું.

10 જેઓ તમને ઓળખે છે તેમના ઉપર તમારી કૃપા, તથા જેઓનાં અંત:કરણ યથાર્થ છે તેઓના પર તમારું ન્યાયીપણું તમે જારી રાખજો.

11 અહંકારીના પગને મારી સામા આવવા ન દો, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે.

12 અન્યાય કરનારાઓ આ પડી ગયા! તેઓ જમીનદોસ્ત થયા છે, તેઓ પાછા ઊઠી‍ શકશે નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan