ગીતશાસ્ત્ર 26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સજજનની પ્રાર્થના દાઉદનું [ગીત]. 1 હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે વર્ત્યો છું. વળી મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી. 2 હે યહોવા, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણ તથા હૈયાને કસી જુઓ. 3 કેમ કે તમારી કૃપા હું નજરે જોઉં છું; અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું. 4 દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી; કપટીઓની સાથે હું વહેવાર રાખીશ નહિ. 5 ભૂંડાઓની મંડળીથી હું કંટાળું છું, અને ભૂંડાની સાથે બેસીશ નહિ. 6 હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ; અને, હે યહોવા, એ પ્રમાણે હું તમારી વેદીની પ્રદક્ષિણા કરીશ. 7 જેથી હું આભાર સ્તુતિ કરીને તમારાં સર્વ ચમત્કારી કામ પ્રગટ કરું. 8 હે યહોવા, તમારા મંદિરનું આંગણું તથા તમારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે. 9 પાપીઓની સાથે મારા પ્રાણને, અને ઘાતકી માણસો સાથે મારા જીવને ભેગો કરી દેતા નહિ; 10 તેઓને હાથે ઉપદ્રવ થાય છે, અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે. 11 પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ. મારા પર દયા રાખીને મને છોડાવી લો. 12 મારો પગ મેં સપાટ જગા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાને ધન્યવાદ આપીશ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India