ગીતશાસ્ત્ર 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)વિશ્વાસની પ્રાર્થના દાઉદનું મિખ્તામ. 1 હે ઈશ્વર, મારું રક્ષણ કરો; કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું. 2 મેં યહોવાને કહ્યું છે, “તમે મારા ઈશ્વર છો; તમારા વગર મારું કોઈ હિત નથી.” 3 જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે. 4 જેઓ [યહોવાને] બદલે બીજા [દેવને] માને છે, તેઓનો ખેદ વધી પડશે. તેઓના રક્તનાં પેયાર્પણ હું ચઢાવીશ નહિ, અને મારે હોઠે તેઓનાં નામ લઈશ નહિ. 5 યહોવા મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છે; તમે મારા હિસ્સાનો આધાર છો. 6 મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે; હા, મને સુશોભિત વારસો મળ્યો છે. 7 યહોવાએ મને બોધ આપ્યો છે, તેમને હું સ્તુત્ય માનીશ. મારું અંત:કરણ મને રાતને વખતે બોધ આપે છે. 8 મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. 9 માટે મારું હ્રદય આનંદમાં છે, અને મારો આત્મા હર્ષ પામે છે. મારો દેહ પણ સહીસલામત રહેશે. 10 કેમ કે તમે મારો આત્મા શેઓલને સોંપશો નહિ; અને તમારા ભક્તને કબરમાં જવા દેશો નહિ 11 તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India