Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 150 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ગાઓ, વાજિંત્રો વગાડો, ને પ્રભુની સ્તુતિ કરો

1 યહોવાની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશ તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.

2 તેમનાં પરાક્રમી કૃત્યોને લીધે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.

3 રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.

4 ડફ તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્‍તુતિ કરો.

5 તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો; ઝાંઝોના હર્ષનાદથી તેમની સ્તુતિ કરો.

6 શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યાહની સ્તુતિ કરો. તમે યહોવાની સ્તુતિ કરો. ?? ?? ?? ?? 1

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan