Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વર શું ચાહે છે?
દાઉદનું ગીત.

1 હે યહોવા, તમારા મંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ વસશે?

2 જે સાધુશીલતા પાળે છે, અને ન્યાયથી વર્તે છે, અને જે પોતાના હ્રદયમાં સત્ય બોલે છે, તે.

3 જે પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.

4 જેની દષ્ટિમાં નીચ માણસ ધિક્કારપાત્ર છે; પણ જે યહોવાના ભક્તોને માન આપે છે, અને જે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી;

5 જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan