Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 149 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઇઝરાયલ ઈશ્વરની સ્તુતિ કરે

1 યહોવાની સ્તુતિ કરો. યહોવાની આગળ નવું ગીત ગાઓ, વળી સંતોની સભામાં તેમની સ્‍તુતિ કરો.

2 ઇઝરાયલ પોતાના કર્તાથી આનંદ પામે; સિયોનપુત્રો પોતાના રાજાને લીધે હરખાઓ.

3 તેઓ તેમના નામની સ્‍તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.

4 કેમ કે યહોવા પોતાના લોકથી રીઝે છે; તે નમ્ર [જનો] ને તારણથી સુશોભિત કરશે.

5 સંતો ગૌરવથી હરખાઓ; પોતાની પથારીઓ પર તેઓ મોટેથી ગાઓ.

6 તેઓના ગળામાંથી ઈશ્વરની ઉત્તમ સ્‍તુતિ ગવાઓ, અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો; કે

7 તેઓ વિદેશીઓને બદલો વાળે, અને લોકોને શિક્ષા પહોંચાડે;

8 તેઓના રાજાઓને સાંકળોથી, તથા તેઓના હાકેમોને લોઢાની બેડીઓથી બાંધે;

9 અને લખેલો ચુકાદો તેમના પર બજાવે; એ મન તેના સર્વ સંતોને છે યહોવાની સ્તુતિ કરો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan