Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 143 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


નિરાશ બનેલા ભક્તનો આર્તનાદ
દાઉદનું ગીત.

1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધરો; તમારી સત્યતાથી અને તમારા ન્યાયીપણાથી મને ઉત્તર આપો.

2 તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો; કેમ કે તમારી નજરમાં કોઈ પણ સજીવ માણસ ન્યાયી ઠરશે નહિ.

3 કેમ કે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે; તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે; તેણે મને ઘણા દિવસ પર મૂએલાની જેમ અંધકારમાં પૂર્યો છે.

4 માટે મારો આત્મા મૂંઝાઈ ગયો છે; અને મારું અંત:કરણ સ્તબ્ધ થઈ ગયું છે.

5 હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરું છું; તમારાં સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કામોનો કામોનું વિચાર કરું છું.

6 હું મારા હાથ તમારી તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારે માટે તરસે છે. (સેલાહ)

7 હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.

8 મને સવારે તમારી કૃપા જણાવો, કેમ કે હું તમારા પર વિશ્વાસ રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કેમ કે હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.

9 હે યહોવા, મારા શત્રુઓથી મને બચાવો; હું તમારે શરણે આવ્યો છું.

10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો; તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો.

11 હે યહોવા, તમારા નામને ખાતર મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મારો જીવ સંકટમાંથી કાઢો.

12 તમારી કૃપાથી તમે મારા શત્રુઓને કાપી નખો, અને મારા આત્માને સતાવનારાનો નાશ કરો; કેમ કે હું તમારો સેવક છું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan