ગીતશાસ્ત્ર 142 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)તમે મારો આશરો-તમે મારું સર્વકંઈ દાઉદ ગુફામાં હતો તે વખતનું તેનું માસ્કીલ; પ્રાર્થના 1 હું મોટે અવાજે યહોવાને વિનંતી કરું છું; ઊંચે સ્વરે યહોવાને આજીજી કરું છું. 2 હું તેમની સમક્ષ મારા [હૈયાનું] દુ:ખ ઠાલવું છું; હું તેમની આગળ મારું સંકટ પ્રગટ કરું છું. 3 જ્યારે મારો આત્મા નિર્ગત થાય છે, ત્યારે તમે મારો માર્ગ જાણો છો. જે રસ્તે હું ચાલું છું તેમાં તેઓએ મારે માટે પાશ સંતાડી મૂક્યો છે. 4 મારે જમણે હાથે જુઓ, કેમ કે મને ઓળખનારો કોઈ નથી; મારે કોઈનો આશરો નથી; કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો નથી. 5 હે યહોવા, મેં તમને વિનંતી કરીને કહ્યું, “તમે જ મારો આશરો છો. મારી જિંદગી પર્યંત તમે મારો વારસો છો.” 6 મારા પોકાર પર કાન ધરો, કેમ કે હું બહુ દુ:ખી થઈ ગયો છું; મને સતાવનારાના હાથમાંથી છોડાવો. કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. 7 મારા જીવને કેદમાંથી કાઢી લાવો, કે હું તમારા નામની સ્તુતિ કરું; ન્યાયીઓ મારી આસપાસ ફરી વળશે; કેમ કે તમે મારી સાથે ઉદારતાએ વર્તશો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India