Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 140 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


રક્ષણ માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત,

1 હે યહોવા, દુષ્ટ માણસોથી મને બચાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.

2 તેઓ પોતાના હ્રદયમાં દુષ્ટ કલ્પનાઓ કરે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.

3 તેઓએ પોતાની જીભ સાપની જીભ જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓના હોઠો નીચે નાગનું વિષ છે. (સેલાહ)

4 હે યહોવા, દુષ્ટોના હાથથી મારું રક્ષણ કરો; જેઓએ મને ખલેલ કરવાનું ધાર્યું છે

5 ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિજાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)

6 મેં યહોવાને કહ્યું, “તમે મારા ઈશ્વર છો;” હે યહોવા, મારી આજીજી સાંભળો.

7 હે પ્રભુ યહોવા, મારા તારણના સામર્થ્ય, લડાઈને દિવસે તમે મારું માથું ઢાંક્યું છે.

8 હે યહોવા, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓનો ઇરાદો સફળ ન કરો, રખેને તેઓ ફુલાઈ જાય. (સેલાહ)

9 મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.

10 તેઓના ઉપર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં પડો; એવા ખાડાઓમાં પડો કે તેઓ પાછા ઊઠે જ નહિ.

11 ભૂંડું બોલનાર માણસ પૃથ્વીમાં કાયમ રહેશે નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ મંડી રહેશે.

12 હું જાણું છું કે યહોવા તો દુ:ખીની દાદ સાંભળશે, અને ગરીબોનો હક જાળવશે.

13 ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; યથાર્થ પુરુષો તમારી હજૂરમાં રહેશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan