ગીતશાસ્ત્ર 131 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)બાળકની જેમ ઈશ્વર પર વિશ્વાસ ચઢવાનું ગીત; દાઉદનું. 1 હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી, વળી મોટી મોટી બાબતોમાં, અને જે વાતોને હું પહોંચી શક્તો નથી તેમાં, હું હાથ નાખતો નથી. 2 ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે; પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો, હા, મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો જ છે. 3 હે ઇઝરાયલ, આ સમયથી તે સર્વકાળ માટે યહોવાની જ આશા રાખજે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India