Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 130 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સહાયને માટે પ્રાર્થના
ચઢવાનું ગીત.

1 હે યહોવા, ઊંડાણોમાંથી મેં તમને વિનંતી કરી.

2 હે ઈશ્વર, મારો સાદ સાંભળો; મારી પ્રાર્થનાના પોકાર પર તમારા કાન ધરો.

3 હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, [તમારી આગળ] કોણ ઊભો રહી શકે?

4 પરંતુ તમારી પાસે માફી છે, જેથી તમારું ભય રહે.

5 હું યહોવાની રાહ જોઉં છું, મારો આત્મા રાહ જુએ છે, અને તેમના વચનની હું આશા રાખું છું.

6 સવારની રાહ જોનારા કરતાં, હા, સવારની રાહ જોનારા કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.

7 હે ઇઝરાયલ, યહોવાનો ભરોસો રાખજે; કેમ કે યહોવાની પાસે કૃપા છે, અને તેમની પાસે અખૂટ ઉદ્ધાર છે.

8 તે ઇઝરાયલને તેના સર્વ અન્યાયોથી તારશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan