ગીતશાસ્ત્ર 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મદદ માટે પ્રાર્થના મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. 1 હે યહોવા, ક્યાં સુધી [તમે મને વીસરી જશો?] શું સદાકાળ સુધી? તમે ક્યાં સુધી મારાથી વિમુખ રહેશો? 2 આખો દિવસ મારા હ્રદયમાં શોકાતુર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્કવિતર્ક કર્યા કરીશ? ક્યાં સુધી મારા શત્રુ મારા પર ચઢી વાગશે? 3 હે યહોવા, મારા ઈશ્વર, ધ્યાન દઈને મને ઉત્તર આપો. મારી આંખો પર પ્રકાશ પાડો, રખેને હું મરણની ઊંઘમાં પડું. 4 રખેને મારો શત્રુ કહે, “હું તેના પર જીત પામ્યો છું.” અને હું લથડું ત્યારે મારા શત્રુઓ હર્ષ પામે. 5 પરંતુ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમારા તારણમાં મારું હ્રદય હર્ષ પામશે. 6 યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયા છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India